Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

સૌરાષ્ટ્ર્ પર સાક્લોનિક સરક્યુલેશન સક્રિય ;ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી

સૌરાષ્ટ્ર્ પર સાક્લોનિક સરક્યુલેશન સક્રિય છે. જેના કારણે ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. 24 કલાક બાદ વરસાદની તીવ્રતા ઘટશે અને સિસ્ટમ નબળી પડી જશે.

 બનાસકાંઠા,પાટણ,મહેસાણા,સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ અને દ્વારકા જિલ્લામા આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી કરી છે.

ત્યાર બાદ પણ વરસાદી માહોલ રહેશે. પરંતુ વરસાદની તીવ્રતા ઘટી જશે. જોકે અત્યાર સુધીનો ગુજરાતમાં સરેરાશ 94 ટકા વરસાદ નોંધાયો છે.

તેમજ બંગાળ ઉપર ફરી એક લો પ્રેશર 24 કલાકમાં બની જશે. અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ રહી છે.

(8:27 pm IST)