Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

મચ્છરજન્ય રોગચાળાને અટકાવવામાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યના પાણી સંગ્રહ સ્થળો ઉપર પોરાનાશક માખીઓ તરતી મુકાઇ

અમદાવાદ :ચોમાસાની સીઝનમાં રોગચાળો વકરે છે. ભેજવાળુ વાતાવરણ હોવાથી મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય બીમારી વાયુવેગે ફેલાઈ જાય છે. આવામાં માંદગી ફેલાય છે, અને લોકો હોસ્પિટલના ચક્કર કાપતા થઈ જાય છે. ત્યારે રોગચાળો નાથવા માટે અને મચ્છરજન્ય રોગચાળો અટકાવવા રાજ્ય સરકાર દ્વારા ખાસ અભિયાન હાથ ધરાય છે. જેમાં રાજ્યભરના પાણીના સંગ્રહ સ્થળો ઉપર પોરાનાશક ગપ્પી માછલી મૂકવામાં આવી છે.

ચોમાસામાં મચ્છરજન્ય રોગચાળો ફેલાય છે

વર્તમાન ચોમાસાની સીઝનમાં મચ્છરજન્ય રોગોના નિયંત્રણ અને રોગચાળા અટકાયતી પગલાં તેમજ લેવા નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ અને આરોગ્ય કમિશનરના માર્ગદર્શન હેઠળ રાજય કક્ષાની બેઠકમાં બાયોલોજિકલ કન્ટ્રોલની કામગીરી પર ભાર મૂકવામાં આવ્યો હતો. તે અંતર્ગત કેટલાક જિલ્લામાં મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા મચ્છર જન્ય (વાહક જન્ય) રોગો નિયંત્રણ કરવા માટે ગપ્પી માછલી મૂકવાની કામગીરી કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારના આદેશ બાદ હવે વિવિધ શહેરોમાં મચ્છરોને મારવા માટે ગપ્પી માછલીનો સહારો લેશે. ખાસ પ્રકારની ગપ્પી માછલી અલગ અલગ શહેરોમાં નાંખવામા આવી છે. ત્યારે ગપ્પી માછલી શું છે તે જાણી લો.

રોગચાળો કરતા મચ્છરો ગપ્પીનો ખોરાક છે

ચોખ્ખા સંગ્રહિત અને સ્થિર પાણીના સ્ત્રોત્રમાં મચ્છરો ઇંડા મુકે છે. ઇંડામાંથી પોરા, પ્યુપા અને અંતમાં પુખ્ત મચ્છર બને છે. ગપ્પી માછલી પોરા ખાઇ જતી હોવાથી મચ્છર બનતા નથી. આમ મચ્છરોની ઉત્તપત્તિ અટકાવવા માટે પોરાભક્ષક ગપ્પી માછલી ઉત્તમ ઉપાય છે. કામગીરીને બાયોલોજિકલ કન્ટ્રોલ કામગીરી કહેવાય છે. જે પર્યાવરણની દ્રષ્ટિએ જરાપણ નુકશાનકારક નથી. તેની પાછળ કોઇ મોટો ખર્ચ થતો નથી. ગપ્પી માછલીનું સરેરાશ આયુષ્ય ચાર વર્ષનું હોય છે. જેથી તે લાંબાગાળા સુઘી અસરકારક રહે છે.

માછલીને મચ્છર મળે એટલે બીજા કોઈ ખોરાકની જરૂર નથી

માછલીનું વૈજ્ઞાનિક નામ પોઇસીલીઆરેટીકયુલેટાછે. એક માછલી દિવસના 100-150 મચ્છરના પોરાને ખાઇ જાય છે. માદા ગપ્પી માછલીની લંબાઇ 4 થી 6 સે.મી. અને નર ગપ્પી માછલી લંબાઇ થી 3 સે.મી હોય છે. માદા માછલી ગ્રે રંગની અને નર રંગીન હોય છે. ગપ્પી માછલી 50 થી 00 બચ્ચાને જન્મ  આપે છે. પોરાભક્ષક માછલી તળાવ, મોટા ખાડા, અવેડા, બિનવારસી ટાંકા, ફુવારા, હોજ, કૂવા જેવા સ્થાળોએ કે જ્યાં નિયમિત રીતે પાણી ભરાઇ રહેતું હોય તેવી જગ્યાએ મૂકવામાંઆવે છે. 1 ચો.મી. પાણીના ક્ષેત્રફળમાં થી 10 નર-માદા માછલી મૂકી શકાય છે. માછલીને અન્ય કોઇ ખોરાક આપવાની જરૂર રહેતી નથી.

(5:05 pm IST)