Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

અમદાવાદમાં ફી રેગ્યુલેટરી કમિટી દ્વારા એકલવ્ય શાળાને પ.૨પ કરોડનો દંડ ફટકરાયોઃ ૩.પ૦ કરોડથી વધુ રકમ વાલીઓને પરત કરવા આદેશ

અમદાવાદ: ફી રેગ્યુલેટરી કમિટીએ એકલવ્ય શાળાને 5.25 કરોડ રૂપિયાથી વધુનો દંડ ફટકાર્યો છે. વાલીઓ દ્વારા શાળા તરફથી FRC મંજુર કરેલી ફી કરતા વધુ રૂપિયા ઉઘરાવવામાં આવતા હોવાની ફરિયાદને પગલે FRC સુનાવણી હાથ ધરી હતી જે બાદ એકલવ્ય શાળા દ્વારા એડમીશન ફીના નામે શાળાએ લીધા રૂપિયા 3.50 કરોડથી વધુની રકમ શાળાએ વાલીઓને પરત કરવા આદેશ કર્યો છે.

સાથે અન્ય સુવિધાઓના નામે વસુલેલી વધારાની ફી 1 કરોડ 81 લાખની એફડી કરવા પણ FRC શાળાને આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 3 વર્ષથી એકલવ્ય શાળાએ એડમીશન ફીના નામે ખોટી રીતે 3 કરોડ 51 લાખ 78 હજાર રૂપિયા વસુલ્યા છે જે હવે વાલીઓને પરત કરવા પડશે.

એકલવ્ય શાળા દ્વારા વર્ષ 2017/18 દરમિયાન એડમીશન ફીના નામે 87 લાખ 58 હજાર રૂપિયા તથા 2018/19 દરમિયાન 1 કરોડ 25 લાખ 91 હજાર રૂપિયા જ્યારે ચાલુ વર્ષે એટલે કે વર્ષ 2019/20 દરમિયાન એડમીશન ફીના નામે 1 કરોડ 38 લાખ 29 હજાર વસુલ્યા હતા. હવે શાળા દ્વારા વસુલવામાં આવેલી તમામ રકમ વાલીઓને FRCના આદેશ મુજબ શાળાએ પરત કરવાના રહેશે તો સાથે સુપ્રિમ કોર્ટનો ચુકાદોનાં આવે ત્યાં સુધી રૂપિયા 1 કરોડ 81 લાખની એફડી FRC હસ્તક રહેશે.

(5:03 pm IST)