Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

ઈઝરાયલ પ્રવાસન મંત્રાલય દ્વારા અમદાવાદમાં રોડ શો

 અમદાવાદઃ ભારતીય પ્રવાસન વ્યાપાર ઉદ્યોગ સાથે સંબંધો સુદૃઢ કરવાના હેતુથી ઈઝરાયલનાં પ્રવાસન મંત્રાલય દ્વારા અમદાવાદમાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈઝરાયલનું પ્રવાસન મંત્રાલય ૨૦ સભ્યોનાં ડેલિગેશન સાથે ભારતના પ્રવાસે છે. આ ડેલિગેશનમાં ડેસ્ટીનેશન મેનેજમેન્ટ કંપનીઓનો પણ સમાવેશ થાય છે. આ કંપનીઓએ ભારતનાં ૧૦૦ ટોચના ટ્રાવેલ ટુર ઓપરેટરો, માઈસ પુરૂ પાડનારાઓ, અપ માર્કેટ લિઝર ઓપરેટર્સ અને સમૂહ માધ્યમો સાથે વિચાર વિર્મશ કર્યા હતાં. આ રોડ શોમાં પ્રેઝન્ટેશન અને આદાન પ્રદાનનો વર્કશોપ યોજાયો હતો. આ રોડ શોમા ઈન્ટરેકટીવ બીટુબી સેશન્સ, શિક્ષણ કાર્યક્રમો અને વર્કશોપ્સનો સમાવેશ થાય છે.

ઈઝરાયલ પ્રવાસન મંત્રાલયના ભારત અને ફિલિપાઈન્સનાં ડાયરેકટર શ્રી હાસન મહાદેએ રોડ શો અંગે જણાવ્યું હતું કે, ઈઝરાયલમાં પ્રવાસ ઉદ્યોગ ઝડપથી વૃધ્ધિ પામી રહ્યો છે. તેમાં છેલ્લા કેટલાક વર્ષોથી ભારતથી આવનારા પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. જાન્યુઆરી થી જુલાઈ સુધી ૪૪ હજાર ભારતીય પ્રવાસીઓએ ઈઝરાયલની મુલાકાત લીધી હતી. અમદાવાદ દ્રઢ અવકાશ ધરાવે છે અને ભારતમાં તે અમારા મુખ્ય બજારોમાંનું એક છે.  શહેરમાંથી પરદેશ જનારા પ્રવાસીઓની સંખ્યા પણ વધી રહી છે. આ પ્રવાસીઓ ઓફબીટ સ્થળની શોધમાં સતત હોય છે. ઈઝરાયલ તેમની આ શોધમાં સચોટ રીતે ફીટ બેસે છે. ઈઝરાયલમાં ભારતીય પ્રવાસીઓ માટે શાકાહારી ખોરાક અને વેગાન વિકલ્પો સરળતાથી ઉપલબ્ધ છે.

(3:43 pm IST)