Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

પાટણમાં પાટીદાર એકતા સમિતિ દ્વારા ઉપવાસ શરૂ કરે તે પહેલા અટકાયત

પાટણ, તા. ૨૯ :. પાટીદારોને અનામત અને ખેડૂતોના દેવા નાબુદી મુદ્દે પાસના કન્વીનર અમદાવાદ ખાતે ઉપવાસ ઉપર બેઠા છે. તેના સમર્થનમાં પાટણ પાટીદાર એકતા સમિતિ દ્વારા આજે પાટણ બગવાડા દરવાજા પાસે એક દિવસના પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ યોજાવાનો હતો. બગવાડા દરવાજા પાસે પાસના કાર્યકરો એકત્રીત થઈ ઉપવાસ ઉપર બેસે તે પહેલા સંખ્યાબંધ કાર્યકરોની અટકાયત કરી પોલીસ હેડ કવાર્ટર લઈ જવામાં આવ્યા છે. આથી નારાજ પાટીદાર અને પાસના કાર્યકરોએ ચક્કાજામ કરવા પ્રયાસ કરતા તેને પણ પોલીસે નિષ્ફળ બનાવ્યો હતો.

શાંત આંદોલન સામે પોલીસની જોહુકમીથી પાસના કાર્યકરો ધુંધવાઈ ઉઠયા હતા અને પાટણ - પોલીસ હેડ કવાટર્સ ઉપર જ પ્રતિક  ધરણાનો  કાર્યક્રમ યોજાયો હતો.

(3:43 pm IST)