Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

અટલજીની યાદમાં રાજ્યભરમાં 358 સ્થળે ત્રણ દિવસ મેડિકલ કેમ્પ યોજાશે

કમલમમાં યુવા મોરચાની બેઠક યોજાઈ :11મીએ દિગ્વિજય દિનની ઉજવણી પ્રસન્ગે પ્રદેશ અધિવેશન

અમદાવાદ :ગાંધીનગરમાં ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમમાં યુવા મોરચાની બેઠક યોજાઇ હતી. જેમાં આગામી દિવસમાં ભાજપ યુવા મોરચાના કાર્યક્રમ અંગે કાર્યકરોને જાણકારી આપવામાં આવી હતી

  ભાજપ યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલે જણાવ્યું કે પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન અટલ બિહારી વાજપેયીની યાદમાં રાજ્યભરમાં 358 સ્થળે 3 દિવસ સુધી મેડિકલ કેમ્પનું આયોજન કરાશે.11 સપ્ટેમ્બર ભાજપ યુવા મોરચા દિગ્વિજય દિન તરીકે ઊજવશે. અને તે દિવસે અમદાવાદમાં પ્રદેશ અધિવેશન યોજવામાં આવશે. જેમાં 2019માં લોકસભા ચૂંટણીની જીત માટેની રણનીતિ તૈયાર કરશે

(7:59 pm IST)