Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

કાલથી ધો.12 સામાન્ય પ્રવાહ-વિજ્ઞાન પ્રવાહનાં વર્ચ્યુઅલ કલાસ શરૂ કરાશે

ખાનગી શાળાના વિદ્યાર્થીઓ પણ યુ ટયુબ લાઇવ પર પ્રસારણ નિહાળી શકશે

અમદાવાદઃ કાલથી ધો.12 સામાન્ય પ્રવાહ-વિજ્ઞાનના વચ્યુંઅલ ક્લાસ શરૂ કરાશે ધો.9, 10 બાદ હવે ધો.12 સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓનો વર્ચ્યુઅલ કલાસ શરૂ થશે  ઓનલાઇન બ્રોડકાસ્ટ મોડમાં સમગ્ર શિક્ષા કચેરી, ગાંધીનગર દ્રારા માઇક્રોસોફ્ટ ટીમસ, ફેસબુક લાઇવ, યુ ટયુબ લાઇવ તેમજ જીઓ ટીવીના માધ્યમથી વર્ચ્યુઅલ કલાસ શરૂ કરાશે

ધો,.12 સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓના કલાસ આવતીકાલ તા. 31 જુલાઇથી શરૂ થશે. તે માટેનું 31 ઓગસ્ટ સુધીનું ટાઇમટેબલ પર જાહેર કરી દેવાયું છે. આ પ્રસારણ સંબંધિત માહિતી સરકારી, આર.એમ.એસ.એ., મોડેલ સ્કૂલ, કે.જી.બી.વી., આદર્શ નિવાસી શાળા તેમ જ ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થીઓને પહોંચાડવા રાજયનાં તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને સૂચના અપાઇ છે.

 

આ વર્ચ્યુઅલ કલાસ ખાનગી શાળાના વિદ્યાર્થીઓ પણ યુ ટયુબ લાઇવ પર પ્રસારણ નિહાળી શકશે. કોરોના મહામારીના કારણે શાળાઓના વિદ્યાર્થીઓને બોલાવી શૈક્ષણિક કાર્ય શરૂ કરી શકાય તેમ નથી. આથી હોમ લર્નિંગ કાર્યક્રમ અંતર્ગત વિવિધ માધ્યમો દ્રારા ઘરે બેઠા શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.

હોમ લર્નિંગ અંતર્ગત 21 જુલાઇથી ધો.9 અને 10ના વિદ્યાર્થીઓ માટે ગણિત તથા વિજ્ઞાન વિષય માટે વર્ચ્યુઅલ કલાસ શરૂ કરાયા હતા. આવતી કાલ 30મી ગુરુવારથી શરૂ થનારા ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં રસાયણ વિજ્ઞાન, ભૈતિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન તથા ગણિત અને ધો.12 સામાન્ય પ્રવાહ ( કોમર્સ )માં નામાના મૂળતત્વો તથા આંકડાશાસ્ત્ર વિષય ભણાવાશે.

(10:29 pm IST)