Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

શાહપુર હિંસા કેસમાં ૪ આરોપીના જામીન મંજૂર

લોકડાઉન દરમિયાન હિંસાનો મામલો

અમદાવાદ,તા.૨૯ : મે મહિનામાં સંપૂર્ણ લોકડાઉન દરમિયાન અમદાવાદના શાહપુર વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારાના કેસમાં હાઈકોર્ટે ૪ આરોપીઓને પંદર હજારના પર્સનલ બોન્ડ પર આરોપીઓના જામીન મંજૂર કર્યા છે. ગુજરાત હાઈકોર્ટ આરોપી આરીફ કાગદી, વસીમ શેખ, રફીક શેખ અને અલતાફ હુસેનના જામીન મંજુર કર્યા છે. આની સામે ભારત દેશ ન છોડવા અને  દર સોમવારે છ મહિના સુધી પોલીસ સ્ટેશનમાં હાજરી આપવાનો પણ આદેશ કર્યા છે. ૧૫ હજારના પર્સનલ બોન્ડ પર ચાર આરોપીઓને જામીન મુક્ત કરવામાં આવ્યા છે. આ કેસમાં પોલીસે ૨૭ આરોપીઓની ધરપકડ કરી હતી. અમદાવાદ સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ તમામ ૨૭ આરોપીઓના જામીન ફગાવ્યા હતા. મેટ્રો કોર્ટ અગાઉ આરોપીઓને કોર્ટમાં ચાર દિવસ મોડા રજુ કરવા અંગે નારાજગી વ્યક્ત કરી હતી. પથ્થરમારાના કેસમાં રાયોટીંગની કલમને બદલે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવા અંગે કરી હતી.

(9:38 pm IST)