Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

રાજ્યમાં રોકાતો નથી કારમો કોરોના : નવા રેકોર્ડબ્રેક 1144 કેસ પોઝીટીવ : કુલ કેસની સંખ્યા 58,626 થયો : વધુ 24 લોકોના મોત : મૃત્યુઆંક 2396

સુરતમાં સૌથી વધુ 291 કેસ, અમદાવાદમાં 152 કેસ, વડોદરામાં 95 કેસ, રાજકોટમાં 80 કેસ,ગાંધીનગરમાં 50 કેસ,મહેસાણામાં 36 કેસ,ભરૂચમાં 33 કેસ ,સુરેન્દ્રનગરમાં 31 કેસ નોંધાયા : વધુ 783 દર્દીઓ સાજા થતા કુલ 43,155 લોકોએ કોરોનાને મ્હાત આપી: વિવિધ શહેરો અને સરકારના આંકડામાં તફાવત યથાવત

અમદાવાદ : રાજ્યમાં કોરોના બેફામ બન્યો છે આજે વધુ રેકોર્ડબ્રેક 1144  કેસ પોઝિટિવ નોંધાયા છે છેલ્લા 24 કલાક દરમિયાન વધુ 24 લોકોના જીવ લીધા છે  આ સાથે  મૃત્યુઆંક 2396 થયો છે

રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 13,535 આ એક્ટિવ કેસમાંથી 13,446 દર્દી સ્ટેબલ છે જ્યારે 89 દર્દી વેન્ટીલેટર પર છે. આજે વધુ 783 દર્દીઓ સાજા થતા રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 43,155 લોકોએ કોરોનાને મ્હાત આપી આપી છે જ્યારે 2396 લોકો કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે. જોકે વિવિધ શહેરો અને સરકારના આંકડામાં તફાવત યથાવત છે ઘણા દિવસોથી કોરોના કેસ અને મૃત્યુઆંકમાં તફાવત જોવા અમલ છે 

 આજે નોંધાયેલા નવા કેસમાં પણ સુરત કોર્પોરેશનમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. સુરત કોર્પોરેશનમાં 207 કેસ છે જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં 141 કેસ છે. જયારે સુરત જિલ્લાના થઈને કુલ કેસ 291 થયા છે  અમદાવાદ જિલ્લામાં 152 કેસ નોંધાયા છે જયારે વડોદરામાં 95 કેસ, રાજકોટમાં 80 કેસ,ગાંધીનગરમાં 50 કેસ,મહેસાણામાં 36 કેસ,ભરૂચમાં 33 કેસ ,સુરેન્દ્રનગરમાં 31 કેસ નોંધાયા છે 

(8:08 pm IST)