Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

આણંદમાં ગોપાલ ચાર રસ્તા નજીક મોબાઈલની દુકાનમાં સોશિયલ ડિસ્ટન્સનો સરેઆમ ભંગ કરનાર વિરુદ્ધ દંડ ફટકારી કાર્યવાહી હાથ ધરવામાં આવી

આણંદ:શહેરના ગોપાલ ચાર રસ્તા નજીક આવેલ સારેગામા મોબાઈલની દુકાનમાં સોશ્યલ ડીસ્ટન્સનો સરેઆમ ભંગ થતો હોઈ પાલિકા તંત્ર તેમજ વહીવટી તંત્રની સંયુક્ત ટીમે આજે નમતી બપોરના સુમારે તપાસ હાથ ધરી માત્ર રૃા.  હજારનો દંડ ફટકારી સંતોષ માનતા નગરજનોમાં અનેક પ્રકારના તર્ક-વિતર્કો ચર્ચાની એરણે ચઢ્યા છે

આણંદ જિલ્લામાં છેલ્લા ૨૨ દિવસથી સતત વધી રહેલા કોરોનાના સંક્રમણને ધ્યાને લઈ તંત્ર દ્વારા વેપારીઓને દુકાનમાં ભીડ એકત્ર કરવા તેમજ ગ્રાહકો વચ્ચે સોશ્યલ ડીસ્ટન્સ જાળવવા અને ફરજિયાત માસ્ક પહેરવા અંગે સુચનાઓ આપી હોવા છતાં જાહેરનામાના ભંગ બદલ કોઈ પોલીસ ફરિયાદ થતા અંદર ખાને કંઈ રંધાયું હોવાની આશંકા જાગૃતોએ વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે શહેરના ખ્યાતનામ એવા સારેગામા મોબાઈલ શોપમાં છેલ્લા કેટલાક દિવસોથી ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે. કોરોના વાયરસ પૂર્વે પણ મોબાઈલ શોપમાં ગ્રાહકોની ભારે અવર-જવર રહેતી હતી. સાથે સાથે તેઓના સ્ટાફમાં આશરે ૨૫થી વધુ વ્યક્તિઓ હોવાની પણ ચર્ચાઓએ જોર પકડયું છે. હાલ ૫૦ ટકા સ્ટાફથી કામ કરવાની સુચના હોવા છતા મોબાઈલ શોપમાં વધુ સ્ટાફ સાથે કામ થઈ રહ્યું હોવાનો ગણગણાટ નગરજનોમાં થઈ રહ્યો છે.

(7:10 pm IST)