Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

નર્મદા જિલ્લામાં નવા ૧૮ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા : વધુ ૩૯ દર્દી સાજા થતા રજા અપાઈ

આરોગ્ય વિભાગે મીડિયા કર્મીઓને દર્દીઓના નામ,વિસ્તારનું લિસ્ટ આપવાનું બંધ કરી દીધું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં દિવસેને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે વધતા કોરોનાના સંક્રમણના કારણે રાજપીપળા ના કેટલાક વિસ્તારો સંપૂર્ણ પણે સીલ કરાયા છે આજે નર્મદા જિલ્લામાં આજે વધુ ૧૮ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે
  પ્રાપ્ત માહિતી મુજબ આજે નર્મદા જિલ્લામાં ૧૮ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે.રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં હાલ ૬૦ દર્દીઓ સારવાર હેઠળ છે અને કોવિડ કેર સેન્ટર માં ૩૪ દર્દી દાખલ છે આજે ૩૯ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં ૨૫૮ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે સાથેજ નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટિવ નો કુલ આંકડો ૩૫૯ એ પોહોચ્યો છે આજે વધુ ૬૮ સેમ્પલ ચકાસણી હેઠળ છે.
 આજથી આરોગ્ય વિભાગે મીડિયા કર્મીઓને દર્દીઓના નામ,વિસ્તારનું લિસ્ટ આપવાનું બંધ કરી દેતા આ બાબતે એપેડમિક ઓફિસર ડો.કશ્યપે જણાવ્યું હતું કે આજથી હું દર્દીઓના નામ જાહેર કરવામાં અસમર્થ રહીશ કેમ કે રાજ્ય નિયંત્રણ મને પૂછે છે કે કયા નિયમ હેઠળ દર્દીઓનાં નામ મીડિયામાં જાહેર કરો છો,માટે મને આશા છે કે બધા મીડિયા મિત્રો મને સહકાર આપે.

(7:00 pm IST)