Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

સુરતના નાનપુર કાદરશાની નાળમાં પોલીસને ચકમો દઈ ભાગવાનો પ્રયાસ કરનાર ચાલકને પોલીસે છૂટો દંડો મારતા માથાના ભાગમાં ઇજા

સુરત: શહેરના નાનપુરા કાદરશાની નાળમાં પોલીસે અટકાવવાનો ઇશારો કરતા ભાગવાનો પ્રયાસ કરનાર મોપેડ ચાલકને છુટ્ટો દંડો મારતા માથામાં ઇજા થઇ હતી. ઘટના બાદનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થતા અઠવાલાઇન્સ પોલીસ દોડતી થઇ ગઇ હતી.
નાનપુરા કાદરશાની નાળ પાસેથી ગત રાત્રે મોપેડ પર પસાર થઇ રહેલા ઇસરાઇલ ઇબ્રાહીમ શેખ (.. 19 રહે. ખાજાદાના નવો રોડ, ગોપીપુરા-મોમનાવાડ) ને ત્યાં હાજર પોલીસ જવાને ઇશારો કરી અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસ દંડાત્મક કાર્યવાહી કરશે તેવા ડરથી ઇસરાઇલે મોપેડ પુરઝડપે ભગાવીને ભાગવાનો પ્રયાસ કરતા પોલીસ જવાને છુટ્ટો દંડો માર્યો હતો. જેમાં ઇસરાઇલને માથામાં ઇજા થતા લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું અને તુરંત સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા.

(6:18 pm IST)