Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

ગાંધીનગર જિલ્લામાં જુગારની બદીઓ અટકાવવા ચિલોડા પોલીસે બાતમીના આધારે ચેખલારાણીમાંથી જુગારીઓને ઝડપી 82 હજારનો મુદામાલ જપ્ત કર્યો

ગાંધીનગર:જિલ્લામાં જુગારની બદી અટકાવવા પોલીસ દોડી રહી છે ત્યારે છેલ્લા થોડા દિવસોથી અલગ અલગ વિસ્તારોમાં જુગારધામો પકડાઈ રહયા છે ત્યારે ચિલોડા પોલીસની ટીમ હતી તે દરમ્યાન બાતમીના આધારે ચેખલારાણી ગામે સાબરમતી નદીના કોતરોમાં દરોડો પાડતાં મોટી શિહોલી ગામમાં રહેતાં વિપુલભાઈ વિષ્ણુભાઈ રાવળ, નિકુંજ જયંતિભાઈ ઠાકોર અને દિનેશજી રસીકજી ઠાકોરને જુગાર રમતાં ઝડપી પાડયા હતા. જયારે અશોકજી છનાજી ઠાકોર રહે.મોટી શિહોલી, ચેતન કેશાજી ઠાકોર રહે.દોલારાણાવાસણા અને કાળાજી ચૌહાણ પોલીસને જોઈ નાસી છુટયા હતા. પોલીસે જુગારીઓ પાસેથી રોકડ અને મોબાઈલ મળી ૮ર હજારનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો

(6:03 pm IST)