Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

સુરત શહેરના દામકામાં મંદિરમાંથી તસ્કરોએ પિત્તળના ઘંટની ચોરી કરતા શોધખોળ હાથ ધરવામાં આવી

સુરત: શહેરના દામકા ગામના સીધવાઇ માતાના મંદિર, વેરાઇ માતાના મંદિર તથા ખાડિયા હનુમાનજી મંદિર, વાંસવા ગામના સંતોષી માતાના મંદિર તથા પાળદેવી માતાના મંદિર અને જુનાગામના સાકરીયા હનુમાન મંદિરમાંથી તસ્કરો પિત્તળના 6 ઘંટ કિંમત રૂા. 36 હજારની મત્તાના ચોરીને ફરાર થઇ જતા પોલીસે શોધખોળ હાથ ધરી છે.

હજીરા રોડના ત્રણ ગામના મંદિરને તસ્કરોએ નિશાન બનાવી ચોરીનો કસબ અજમાવ્યાની ફરિયાદ નોંધાય છે. દામકા ગામના માંડવી ફળિયાના સીધવાઇ ભવાની માતાના મંદિરની બહાર લગાવેલો પીત્તળનો ઘંટ રૂા. 4 હજાર, દરજી ફળિયામાં વેરાઇ માતાના મંદિરનો રૂા. 3 હજારની કિંમતનો ઘંટ તથા નાગર ફળિયામાં ખાડીયા હનુમાન મંદિરનો રૂા. 7 હજારનો ઘંટ તસ્કરો ચોરી ગયા હતા

જ્યારે વાંસવા ગામના સંતોષી માતાના મંદિરનો રૂા. 5 હજારની કિંમતનો ઘંટ તથા આમલી ફળિયામાં પાળદેવી માતા મંદિરનો રૂા. 10 હજારની કિંમતનો ઘંટ તસ્કરો ચોરી ગયા હતા

(5:56 pm IST)