Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

સુરતમાં રત્નકલાકારના પરિવારજનોને ન્યાય અપાવવા ઉપવાસ આંદોલનને પોલીસની મંજૂરી ન મળતા કાર્યક્રમ અધવચ્ચે મુકાયો

સુરત:હીરા ઉદ્યોગના રત્નકલાકારો માટે વિશેષ આર્થિક પેકેજ જાહેર કરવા અને હોસ્પિટલમાં સારવારમાં બેદરકારીને કારણે મૃત્યુ પામેલાં રત્નકલાકારના પરિવારજનોને ન્યાય આપવા માટે ઉપવાસ કાર્યક્રમ ડાયમંડ વર્કર યુનિયન દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો. પરંતુ પોલીસ દ્વારા મંજુરી નહીં આપતાં કાર્યક્રમ પડતો મુકાયો છે.

સુરત જિલ્લા કલેકટરની કચેરી ખાતે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના પાંચ આગેવાનો ઉપવાસ ઉપર બેસવાના હતાં અને ઉપવાસ આંદોલનની પૂર્વ પરવાનગી પણ પોલીસ કમિશનરની કચેરી પાસેથી માંગવામાં આવી હતી. પરંતુ કાર્યક્રમ યોજવા માટે પોલીસ તંત્ર તરફથી પરવાનગી આપવામાં આવી નથી.

કોવિડ-19ની ગાઈડલાઈન મુજબ કોઈપણ સામાજીક, ધાર્મિક કે રાજકીય કાર્યક્રમ ઉપર સરકારનો પ્રતિબંધ હોવાથી, ઉપવાસ કાર્યક્રમ માટે પરવાનગી આપી શકાય નહીં, એમ પોલીસ તંત્રે ડાયમંડ વર્કર યુનિયનને જણાવ્યું હતું.

(5:55 pm IST)