Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

વડોદરા નજીક માંડવી રાજપુરાની પોળમાં પાડોશી સાથે અગમ્ય કારણોસર ઝઘડો કરી આતંક મચાવનાર નરાધમ વિરુદ્ધ ગુનો દાખલ

 વડોદરા:માંડવી રાજપુરાની પોળમાં પાડોશી સાથે ઝઘડો કરી મધરાત્રે ઘરમાં ઘૂસી તોડફોડ કરી આતંક મચાવનાર બે ભાઇઓ વિરૃધ્ધ વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

માંડવી રાજપુરાની પોળમાં રહેતા ૨૮ વર્ષની ઉસ્માબાનુ મોહંમદખાલીદ ગુલામમહંમદ મેમણે પાડોશી બે ભાઇઓ () સરફરાજ ઉર્ફે પપ્પુ અનવરહુસેન બાવરસી () પપ્પુના ભાઇ મલંગ વિરૃધ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત ૨૬મી તારીખે રાત્રે અઢી વાગ્યે અચાનક મારા ઘરની બારીનો કાચ તૂટવાનો અવાજ આવતા હું જાગી ગઇ હતી.

 પાડોશમાં રહેતો સરફરાજ ઉર્ફે પપ્પુ જોરજોર થી મારા ઘરનો દરવાજો ખખડાવતો હોય હું તથા મારા પરિવારજનો જાગી ગયા હતાં. મારા પતિએ દરવાજો ખોલતા પપ્પુએ ઘરમાં આવી ગંદી ગાળો બોલી મને મારવા લાગ્યો હતો. નશાની હાલતમાં પપ્પુ એ મારામારી કરતા બૂમાબૂમ થતા અન્ય રહીશો પણ જાગી ગયા હતા અને પપ્પુના ઘરના સભ્યો પણ આવી જતા તેઓ પપ્પુને ઘરે લઇ ગયા હતા.

(5:54 pm IST)