Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

ડાયાબિટીસના દર્દીની એક સાથે બે દવા લેવાની ભૂલ બની શકે છે જોખમી

એકસાથે બે દવાઓ નોતરી શકે છે અનેક બીમારી : આયુર્વેદ અને એલોપેથી દવાઓ સાથે લેવાથી મેટાબોલિઝમ એકિટવિટીને થઇ શકે છે અસરઃ GTUના વિદ્યાર્થીનું સંશોધન

 રાજકોટઃ માણસનું શરીર પાંચ તત્વોનું બનેલું છે આ પાંચ તત્વો માંથી કોઈપણ એક તત્વમાં અસમતુલા જોવા મળે તો શરીર પોતાનું  કામ બરાબર રીતે કરી શકતું નથી. કોઈપણ બીમારી આવે માણસ જલ્દીથી તેમાંથી બહાર નીકળવા માટે એક સાથે અનેક પ્રયત્નો શરુ કરી દેતા હોય છે, તાવ શરદી કે સામાન્ય તકલીફો માં લોકો અનેક દવાઓ લઈને જલ્દી સજા થવા માટેના વલખા શરુ કરી દે છે મોટાભાગના લોકો એ વાત જાણે જ છે કે તાવ, શરદી જેવી સામાન્ય સમસ્યા ૫ાંચ દિવસ રહે છે ત્યાર બાદ આપોઆપ જ તેમાંથી રાહત મળી જાય છે. સામાન્ય બીમારી માં નાની મોટી ભૂલો હજુ પણ સમજી શકાય ગુજરાત ટેકનોલોજી યુનિવર્સીટી (GTU ) દ્વારા એક સંશોધન થયેલ છે જેમાં તારણ આપવામાં આવ્યું છે કે એક સાથે એલોપેથી અને આયુર્વેદિક બંને દવાઓ સાથે લેવાથી શરીરમાં રિએકશન આવી શકે છે. શરીરના મેટાબોલિઝમ ને અસર કરે છે આ ઉપરાંત બીજી અન્ય બીમારીઓ આવી શકે છે. GTU ના કુલપતિ પ્રો ડો.નવીન શેઠના માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્ર ફાર્મસી ભવનની સંશોધનકર્તા વિદ્યાર્થીની જલ્પા સાણંદીયા એ ડાયાબિટીસના દર્દીઓ એક સાથે એલોપેથી અને આયુર્વેદ બંનેની દવાઓ ભેગી કરે છે જેની માનવ શરીર ઉપર વિપરીત અસર જોવા મળી છે. તેમના સંશોધનમાં ખાસ ડાયાબિટીસના દર્દીઓ ને શરીરનું ગ્લુકોઝ સપ્રમાણમાં રહે તે માટે ફીઝીશ્યને એન્ટી ડાયબિટિક દવાઓ પ્રિસ્ક્રાઈબ કરી હોય છે તેની સાથે દર્દી દ્વારા કોઈપણ ડોકટરની સલાહ વગર જ મેથી લેવી, કારેલાનું જયુસ, કે એવા અનેક નુસખા શરુ કરી દેતા હોય છે જેના લીધે શરીરની મેટાબોલિક પ્રક્રિયામાં અવરોધ ઉભો થાય છે અને શરીરનું સામાન્ય કામ પણ ખોરવાતું જોવા મળે છે જેને લીધે શરીરમાં અનેક બીજી બીમારીઓ થઇ શકે છે. બે દવાઓ સાથે લેવાથી શરીરમાં રિએકશન આવવાથી લીવર ઉપર ખરાબ અસર થઇ શકે છે.   જો બંને દવા સાથે લેવામાં આવે તો શરીરને નુકશાન થઇ શકે છે આ રીતે બે દવાઓથી ઈન્ટરેકશનની સંભાવના  વધી જાય છે અને મેટાબોલિઝમ એકિટવિટીને પણ અસર કરે છે - પ્રો. જલ્પા સાણંદીયા સંશોધનકર્તા

 આધુનિક દવાઓ અને હર્બલ દવાઓ એક સાથે લેવામાં આવે તો રિએકશન થઇ શકે છે આ રિએકશનને પ્રિમકિલનિકલ ટ્રાયલ અને વૈજ્ઞાનિક પધ્ધતિથી સંશોધન કરવામાં આવેલ છે. આ સંશોધન ભવિષ્યમાં જન સામાન્ય માટે લાભદાયી નીવડશે— પ્રો.ડો. નવીન શેઠ કુલપતિ GTU  

 સંશોધનનું તારણ

સંશોધનમાં એવું જાણવા મળ્યુ છે કે આયુર્વેદ અને એલોપેથી બંને દવા એકસાથે લેવાથી ઈન્ટરેકશન બે ફાર્મોકોકાઈનેટીક (શરીર ઉપર દવાની અસર) અને ફાર્મોકોડાયનેમિક( દવાની શરીર ઉપર અસર ) બંને રીતે શરીને અસર કરે છે આ આખી પ્રક્રિયા માં લીવર કોશિકાઓ મારફતે સાઇટોક્રોમ આઈસોએંન્જાઈમ P -450 થી પાચનની પ્રક્રિયા ઉપર અસર કરે છે. આ દવાઓની શરીર ઉપર સારી અસર જોવા મળતી નથી આ સંશોધન પહેલા આ અસરને નોંધવા માટે અનેક જીવ ઉપર પણ પ્રયોગો થઈ ચૂકેલ છે.

ડાયાબિટીસના દર્દીઓ ઉપર અસર

સંશોધન અનુસાર હર્બલ દવાના પ્લાન્ટ માં અનેક કેમિકલ હોય છે, જો આ દવાઓની સાથે એન્ટી ડાયાબેટિક દવા લેવામાં આવે તો ઈન્ટરેકશનની ગતિ વધી જાય છે જે જીવનું જોખમ પણ ઉભું કરી શકે છે. ડાયાબિટીસની એલોપેથી દવા લીધા બાદ  તરત જ હર્બલ દવા લેવામાં આવે તો લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ સામાન્યથી પણ નીચું જતું રહે છે જે જોખમી થઇ શકે છે. ભારતમાં ૧૦૦ લોકો માંથી ૧૨ ટકા લોકોમાં  ડાયાબિટીસની બીમારી જોવા મળે છે. 

(4:27 pm IST)