Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

કેન્દ્રની ચેતવણીથી માસ્ક ઉત્પાદન પર સંકટના વાદળો

દેશના માસ્ક હબ સુરતમાં ૩૦ લાખ માસ્કનો સ્ટોકઃ વોશેબલ અને ડિઝાઈનવાળા માસ્કના વેચાણમાં જબરો ઉછાળો

સુરતઃ દેશભરના મધ્યમ અને લઘુ માસ્ક ઉત્પાદકો ઘરેલુ સ્તરે નબળી માંગ અને નિકાસ ન ખુલવાથી આમ પણ પરેશાન છે. ઉપરથી કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજયોને પત્ર લખીને ચેતવ્યા છે કે છીદ્ર યુકત એન-૯૫ માસ્કનો ઉપયોગ ન કરે.

આ માસ્ક વાયરસને ફેલાતા રોકવામાં સંપૂર્ણ સફળ નથી અને હાનિકારક બની શકે છે. જો કે આ એડવાઈઝરી ફકત છિદ્ર યુકત શ્વસન યંત્ર અને ફિલ્ટરવાળા એન-૯૫ માસ્ક માટે છે. પણ આ એડવાઈઝરીથી વપરાશ કર્તાઓ બધા પ્રકારના એન-૯૫ માસ્ક ખરીદવામાં વિચાર કરશે. તેનાથી કોરોના કાળની શરૂઆતમાં કપડાનો ધંધો છોડીને માસ્ક ઉદ્યોગમાં કરોડો રૂપિયા રોકનારા ઉત્પાદકો સામે બેવડું સંકટ ઉભું થઈ ગયું છે. બીજી તરફ બે લેયરના માસ્ક ઘરેલુ નાના ઉત્પાદકો દ્વારા બનેલા કપડાના બેશેબલ અને ડીઝાઈનર માસ્ક તરફ વાળી દીધા છે. તેના વેચાણમાં જોરદાર વધારો થયો છે અને તે દરેક શહેરમાં દેખાઈ રહ્યા છે.

એકલા સુરતમાં જ માસ્ક બનાવનારા ૩૦ થી ૪૦ નાના મોટા એકમો છે. ઘરેલુ મશીનો પર ઉત્પાદન થાય છે તે અલગ અહીં ૧૫ લાખથી અઢી કરોડ સુધીના માસ્ક બનાવનારા ઘણા મશીનો છે. સુરતમાં રોજના પાંચ થી સાડા સાત લાખ કવોલીટી માસ્ક બનાવવાની ક્ષમતા છે. યુવાન ઉદ્યોગકાર વિનય કૈલાશ કનોડીયા અનુસાર સુરતમાં અને-૯૫ માસ્કનો બંપર સ્ટોક ભેગો થઈ ગયો છે. જે ૨૫ થી ૩૦ લાખ માસ્ક જેટલો છે.

(4:26 pm IST)