Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

કોરોના ઇફેકટ : રક્ષાબંધનમાં બહેનો ભાઇને આયુર્વેદિક મીઠાઇ ખવડાવશે

ઇમ્યુનિટી વધારતી દેશી ઓસડિયાં યુકત પરંપરાગત મીઠાઇની બોલબાલા

અમદાવાદ, તા. ર૯: ૩જી ઓગસ્ટના રોજ ભાઈ બહેનના સ્નેહને ઉજાગર  કરતો પવિત્ર તહેવાર રક્ષાબંધન ઉજવાશે ત્યારે ભાઈની  રક્ષા કાજે પ્રાર્થના કરતી બહેનો હાલના કપરા કોરોના  કાળમાં ભાઈની રક્ષા અંગે અનેક ઉપાયો શોધી રહી  છે ત્યારે રાખડી પણ રાશિ અનુસાર અથવા પૂજામાં  વપરાતી સામગ્રીમાંથી બનેલી ખરીદાઈ રહી છે, તો સાથે  સાથે ભાઈને મોં મીઠું કરાવવા માટે બજારમાં આઇસક્રોમ  બાદ આયુર્વેદિક મીઠાઇ આવી ગઇ છે. બહેનો મીઠાઈ  પણ હવે આયુર્વેદિક ઔષધી યુકત ખરીદી રહો છે  અથવા તો કસ્ટમાઇઝ કરવા સાથે ઓર્ડર આપી રહો છે.  હાલમાં શરદી ઉધરસ તાવ કે વાઇરલ ઇન્ફેકશનની સામે રોગ પ્રતિકારક શકિત વધારનારી આયુર્વેદિક મીઠાઈની  બોલબાલા છે. 

એક જમાનામાં સુખડી, મોહનથાળ, મગસ જેવી  પરંપરાગત મીઠાઈઓ ચલણમાં હતી. જમાનો બદલાતાં એ  મીઠાઇઓનું સ્થાન નવી નવી મીઠાઇઓએ લીધું પરતુ હવે  કોરોના કાળ શરૂ હોવાના કારણે ભાઈઓની ઇમ્યુનિટી  વધારતી મીઠાઈઓ ફરી ચલણમાં આવી છે. એ જ સુખડી,  મગસ કે મોહનથાળ, લાડુમાં ડ્રાયક્રુટ, સૂંઠ, મગજતરી,  ગંઠોડા વગેરેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હર્બલ  પેંડા, બૂસ્ટર બરફો અને ઇમ્યુનિટી લાડુ ,પેંડામાં તુલસી,  મધ, સૂંઠ સહિતનો ઉપયોગ કરાયો છે તો બરફીમાં  ફૂદીનો , તજ, ઇલાયચી સહિતનો ઉપયોગ કરવામાં આવ્યો  છે. જયારે લાડુમાં ઓર્ગેનિક ગોળ, દેશી ઘી સહિત અન્ય  સામગ્રી વાપરવામાં આવી છે. કોરોનાનો સામનો કરવા  મીઠાઈ મદદરૂપ થશે તેવું માનવામાં આવે છે.  

વાઇરલ ઈન્ફેકશનમાં આયુર્વેદનો ઉપયોગ દ્યણો  ફાયદાકારક હોય છે. આ માટે આયુષ મંત્રાલયે પણ ઘણી  આયુર્વેદિક ઔષધિ તેમજ ઉકાળાઓનો ઉપયોગ કરવા  કહ્યું છે. એવા સમયે શહેરની મીઠાઈની દુકાનો અને હોમ  મેડ મીઠાઈઓમાં પણ ૫૫ પ્રકારની આયુર્વેદિક મીઠાઈઓ  બની રહી છે છે. મીઠાઈઓમાં અલગ અલગ ઓઔષધિઓ  ઉમેરવામાં આવી રહી છે. જેમાં પટોલ, ગમ્ભારી, બીલ્વ,  ગોખરું, પીપર, જીવંતી, સૂંઠ, ગંઠોડા, અજમો, હળદર  સહિતના ઈમ્યુનિટી બુસ્ટરનો સમાવેશ થાય છે. તેમજ  આ કારણે રોગ પ્રતિકારક શકિતમાં ફાયદો થાય તે માટે  આવી મીઠાઇઓનું ચલણ વધ્યું છે.

(4:25 pm IST)