Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

કોરોનાવાળા માટે શિક્ષણ ક્ષેત્રે સેવાયજ્ઞઃ પ્રથમ કેમ્પમાં સચિવ વિનોદ રાવનું રકતદાનઃ કાલે રાજકોટમાં કેમ્પ

વડોદરા ખાતે રાજયના શિક્ષણ સચિવ શ્રી વિનોદ રાવે રકતદાન કરેલ તે પ્રસંગની તસ્વીર.

રાજકોટ તા. ર૯ :.. રાજયના શિક્ષણ વિભાગ દ્વારા સચિવશ્રી વિનોદ રાવની પ્રેરણાથી કોરોનાના દર્દીઓની જરૂરીયાતને ધ્યાને રાખીને સાપ્તાહિક રકતદાન શિબીરો યોજવાનું નકકી થયું છે. પ્રથમ શિબીર ગઇ તા. ર૪ મીએ જી. એમ. ઇ. આર. એસ. હોસ્પિટલ, ગોત્રી, વડોદરા ખાતે યોજાયેલ.

જેમાં ખુદ શ્રી વિનોદ રાવે રકતદાન કરી શુભારંભ કરાવ્યો હતો. ટીમ એજયુકેશન દ્વારા શિક્ષક સંઘોના સહયોગથી જિલ્લાવાર આવી શિબીરો થઇ રહી છે. આવતીકાલે રાજકોટમાં રકતદાન શિબીર યોજાનાર છે.

જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા શિક્ષણાધિકારી, કચેરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી અને વિવિધ શૈક્ષણીક સંઘના સંયુકત ઉપક્રમે રકતદાન શિબીર-૧ આવતીકાલે ગુરૂવારે સવારે ૮ વાગ્યે કરણસિંહજી શાળા સંકુલ ખાતે યોજાશે. આ શિબીર સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા પરિવાર માટે છે. બીજી શિબીર તા. ૩૧ શુક્રવારે સવારે ૮ વાગ્યે સ્વામીનારાયણ ગુરૂકુળ, ગોંડલ રોડ ખાતે રાખેલ છે. તે અનુદાનિત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા પરિવાર માટે છે. બન્ને આયોજનના પ્રેરક સચિવ શ્રી વિનોદ રાવ તથા માર્ગદર્શક કલેકટર રૈમ્યા મોહન અને જિલ્લા વિકાસ અધિકારી અનિલકુમાર રાણાવાસિયા છે. શાળા પરિવાર સાથે સંકળાયેલા સૌને રકતદાન કરવા શિક્ષણાધિકારી શ્રી મેહુલ વ્યાસે અપીલ કરી છે.

(4:24 pm IST)