Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

ગુજરાત પ્રથમ રાજ્ય, જ્યાં અન્ય કરતા કોરોના કેસ ઓછા : મુખ્યમંત્રી રૂપાણી

જે શેરી કે ફ્લેટમાંથી કેસ આવશે તેને કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કરાશેઃ ઉપરાંત બિલ્ડીંગમાંથી એક કેસ આવે તો પણ બિલ્ડીંગનાં બધાં જ લોકોનાં ટેસ્ટ કરવા : રાજકોટવાસીઓ ચિંતા ના કરો, આપણે પરિસ્થિતિને સમયસર : કાબુમાં લઇ લઇશુઃ વધારાના સંજીવની રથો પણ મુકવામાં આવ્યા છે

રાજકોટ તા.૨૯: કોરોનાની સ્થિતિ અંગે CM રૂપાણીએ ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજી હતી. જેમાં રાજકોટમાં કોરોનાની પરિસ્થિતિ અંગે મહત્વની ચર્ચા કરી હતી. જયાર બાદ પ્રેસ કોન્ફરન્સ યોજીને તેઓએ નિવેદન આપતા જણાવ્યું કે, ઙ્કકોઇ દેશ કોરોનાથી બાકાત નથી. અન્ય રાજયો કરતા ગુજરાતમાં કોરોનાની સ્થિતિ સારી છે. CM રૂપાણી એ દાવો કરતા જણાવ્યું કે કોરોના મામલે ગુજરાત ૧૨જ્રાક્નત્ન નંબરે છે.

શહેરો પર સરકારનું વિશેષ ધ્યાન કેન્દ્રિત છે.

હાલમાં ગુજરાતનાં દરેક જિલ્લામાં કોરોનાનાં કેસ છે.

જો કે સરકારે એવા નિયમો બનાવી રહી છે કે જેથી કોરોનાનું સંક્રમણ અટકે.

એ માટે ફરજિયાત માસ્ક પહેરવું, માસ્ક ન પહેરવા પર ૧ ઓગસ્ટથી ૫૦૦ રૂપિયા દંડ કરવામાં આવ્યો.

સોશિયલ ડિસ્ટન્સ જળવાવું જરૂરી, વારંવાર હાથને સેનેટાઇઝ કરતા રહેવું.

આ ઉપરાંત મોટી ઉંમરનાં લોકો બહાર ના નીકળે જેવાં નિયમો સરકારે બનાવ્યાં છે.

આ સિવાય જણાવ્યું કે, ઙ્કઆપણે કોરોના વચ્ચે જ જીવવાનું છે.

પરંતુ આ અંગેનાં નિયમો બનાવવા એ સરકારની જવાબદારી છે.

કોરોના સંક્રમિતને સારી સારવાર મળે, ઓછો ખર્ચ થાય, દવા અને ડાઙ્ખકટરો મળી રહે તે સરકારની જવાબદારી.

અમે ૨૨જ્રાક્નજીડ ચ ૧૨૦૦ બેડની કોવિડ હોસ્પિટલની જાહેરાત કરી હતી કે જેને અમે ૧૦ દિવસમાં જ બનાવી દીધી.

બીજી બાજુ સુરતમાં પણ ૧૦૦૦ બેડની કોવિડ હોસ્પિટલ અમે બનાવી છે.ઙ્ખ

અમદાવાદમાં પણ કોરોના દર્દીઓ માટે વધારેમાં વધારે ૪૦૦૦ બેડ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

ઉપરાંત રાજકોટમાં પણ ૩૫૦૦ બેડનું પ્લાનિંગ થઇ ગયું છે.

જો કોઇ કોરોના સંક્રમિત થાય તો હોસ્પિટલ, બેડ, દવાઓ તેમજ ડાઙ્ખકટરોની વ્યવસ્થા થાય તે જરૂરી છે.

તેમજ દર્દી ઝડપથી સારવાર મેળવી દર્દી જલ્દી ડિસ્ચાર્જ થાય તે જરૂરી છે.

ઝડપથી દર્દીઓ સાજા થાય ને દ્યરે પરત આવી જાય જેથી રિકવરી રેટ પણ સારો થાય અને તે હાલમાં છે પણ.

હાલમાં ગુજરાત એવું પ્રથમ રાજય છે કે જયાં અન્ય રાજયો કરતા કોરોનાનાં કેસ ઓછાં છે. તેનાં બે કારણો એ છે કે એક તો પ્રાઇવેટ કિલનીકો ઝડપથી ચાલુ કરાયાં અને બીજું કારણ પ્રાઇવેટ હોસ્પિટલો કોવિડની સેવા આપે, લોકોની એવી ઇચ્છા હોય છે કે મારે બીજે સારવાર કરાવી છે તો જેથી ખર્ચો ભોગવી શકનારા લોકો પ્રાઇવેટમાં જાય અને અન્ય લોકો સિવિલમાં જાય તેવી વ્યવસ્થા કરાઇ.

રાજકોટની વાત કરીએ તો હાલમાં રાજકોટમાં ૫૦ ટકા બેડ ઉપલબ્ધ છે. રાજકોટમાં સારવાર લેવા માટે સૌરાષ્ટ્રમાંથી દ્યણાં ખરાં દર્દીઓ અહીં આવે છે. જેમ કે મોરબી, વાંકાનેર, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, દ્રારકાથી વધારે દર્દીઓ આવે છે. મૃત્યુનાં આંકડામાં ૪૦ ટકા ફીગર તો અન્ય જિલ્લાનાં લોકો વધારે છે. રાજય સરકારે અને ભારત સરકારે કોરોના ટેસ્ટિંગ પણ વધાર્યા છે. ગુજરાતમાં પહેલાં ૪૦૦૦ ટેસ્ટિંગ થતાં કેમ કે એ વખતે હોસ્પિટલો ઓછી હતી પરંતુ હવે કોવિડ હોસ્પિટલો પણ વધારી દેવાઇ છે.

હવે આપણે નક્કી કર્યું છે કે કોરોના ટેસ્ટિંગ વધારાય. મે રાજકોટમાં પણ સૂચના આપી છે. જે શેરી કે ફ્લેટમાંથી કેસ આવશે તેને કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કરાશે. ઉપરાંત બિલ્ડીંગમાંથી એક કેસ આવે તો પણ બિલ્ડીંગનાં બધાં જ લોકોનાં ટેસ્ટ કરવાં.

રાજકોટમાં સુપર સ્પ્રેડરમાં બધાંનાં ટેસ્ટિંગ થવા જોઇએ. શાકભાજી વેચનારા પણ સ્ક્રિનિંગ અને ટેસ્ટ પછી શાકભાજી વેચવા જાય. તમામ ફેરિયા અને શાકભાજીવાળાઓનું સ્ક્રિનિંગ અને ટેસ્ટિંગ તેમજ પાસની વ્યવસ્થા રાજકોટમાં કરાશે. સુપર સ્પ્રેડરમાં કરિયાણાંની દુકાનોને બીજા તબક્કામાં લેવાશે.

રાજકોટમાં વધારાનાં ડાઙ્ખકટરો પણ મુકવામાં આવ્યાં છે. રાજકોટવાસીઓ ચિંતા ના કરો, આપણે પરિસ્થિતિને સમયસર કાબુમાં લઇ લઇશું. વધારાનાં સંજીવની રથો પણ મુકવામાં આવ્યાં છે. રાજકોટને જરૂરી સાધનો માટે ઓર્ડર અપાયાં. ૩૫૦૦ બેડને પહોંચી વળવા ૨૫૦૦ બેડની વ્યવસ્થા કરાશે. ધન્વંતરી મેડિકલની પણ પ્રશંસા કરાઇ છે. સરકારે આ માટે આગોતરું આયોજન કર્યું છે. કોરોના અંગેની જાગૃતિમાં મિડીયાની મોટી ભૂમિકા રહી છે.

ભારત સરકાર જે રીતે નોટિફિકેશન બહાર પાડે છે એ જ રીતે રાજય સરકાર નોટિફિકેશન બહાર પાડે છે. કોરોનાનાં આંકડા અંગે મુખ્યમંત્રીએ કહ્યું કે, એક-બે દિવસ આદ્યુપાછું થતું હોય છે. આંકડામાં ભૂલ હશે તો તપાસ થશે. આખા ગુજરાતમાં કયાંય પણ કોરોના દર્દીઓનાં નામ નથી આપવામાં આવતા. રાજકોટને વદ્યારાનાં ૫ કરોડની ફાળવણી કરવામાં આવી.

રાજકોટમાં સુપરસ્પ્રેડરનું ટેસ્ટિંગ થશે. હું મારી વાત કરું તો હું તકેદારીમાં જાહેરમાં માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગ તેમજ અમે વીડિયો કોન્ફરન્સિંગ કરીએ છીએ કેમ કે અમે તો ફ્રન્ટલાઇન વોરિયર્સ છીએ.ઙ્ખ આ ઉપરાંત તેઓએ નવરાત્રિ અંગે જણાવ્યું કે, હાલમાં આ મામલે કોઇ જ નિર્ણય નહીં લેવાય. આવી જ સ્થિતિ હશે તો નવરાત્રિ નહીં યોજાય. તેમજ મંત્રી વિસ્તરણ મંડળની પણ હાલમાં કોઇ જ વાત નથી.

(4:21 pm IST)