Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

આરસીબુકમાં નામ બદલવાના રૂ.૩૦૦ની લાંચ લેતા આરટીઓ કચેરીનો કલાર્ક પકડાયો

પાટણ તા.ર૯ : આર.ટી.ઓ. કચેરીઓમાં આવતા અરજદારો પાસેથી તેઓના અલગ અલગ કામ માટે આરટીઓ કચેરી ખાતે કામ કરતા કર્મચારીઓ દ્વારા કાયદેસરની ફી ઉપરાંત લાંચ પેેટે વધારાના ૧૦૦ થી ૧પ૦૦ સુધીના નાણાંની માંગણી લાંચ પેટે કરવામાં આવે છે. તેવી પાટણ એસીબીને બાતમી મળી હતી તે માહિતી આધારે એસીબીની ટીમ આરટીઓ કચેરી ખાતે પહોંચી એક જાગૃત નાગરીકનો ડીકોયર તરીકે સહકાર મેળવ્યો હતો અને તે જાગૃત નાગરીક આરસી બુકમાં નામ બદલાવવા માટે આરટીઓ કચેરીમાં ગયા ત્યારે કચેરીના જુનીયર કલાર્ક બાલચંદભાઇ સગથાભાઇ ઠાકોરે જાગૃત નાગરીક પાસે કામના નાણા ઉપરાંત લાંચ પેટે રૂ.૩૦૦ની માંગણી કરી લાંચની રકમ સ્વીકારતા પીઆઇ જે.પી.સોલંકીએ પકડી પાડયો હતો.

(3:01 pm IST)