Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

દેડીયાપાડા પોલીસે તાબદા ગામ થી ૭૦ હજારના વિદેશી દારૂ નો ગણનાપાત્ર પ્રોહી.કેસ શોધી ગુનો નોંધ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : જીલ્લા પોલીસ વડા હિમકરસિંહ તથા ના.પો.અધી.રાજેશ પરમાર એ પ્રોહી. પ્રવ્રુતીની બદી નાબુદ કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આધારે સર્કલ પોલીસ ઇન્સપેકટર પી.પી. ચૌધરીના સુપરવિઝન હેઠળ પો.સ.ઇ.એ.આર. ડામોર ડેડીયાપાડા પોલીસ સ્ટેશન એ મળેલ બાતમી ના આધારે સ્ટાફના પોલીસ માણસો સાથે તાબદા ગામેથી અજીત ભાઇ ચંદુભાઇ વસાવા હાલ( રહે. તાબદા મોવડી ફળીયુ તા. દેડીયાપાડા જી.નર્મદા મુળ રહે. વેલાવી તા.ઉમરપાડા જી,સુરત) ના કબજા ભોગવટાના ઘરમાંથી પ્રોહી રેઇડ કરતા ભારતીય બનાવટના ઇંગ્લીશ દારુના ના હોલ નંગ -૨૪ કિ.રૂ .૭૫૦૦ તથા બીયર ટીન નંગ -૯૬ કિ.રૂ .૯૬૦૦ તથા કવાટરીયા નંગ -૨૪૦ કિ.રૂ .૨૪૦૦૦ તથા બીજા કવાટરીયા નંગ -૨૮૮ કિ.રૂ .૨૮૮૦૦ જે તમામ પ્રોહી મુદ્દામાલ કુલ કિં.રૂ .૬૯,૬૦૦ તથા સેમસંગ કંપનીનો મોબાઇલ નંગ -૧ કિ.રૂ .૫૦૦ મળી કુલ કિ.રૂ .૭૦,૧૦૦ ના ઇંગ્લીશ દારુના મુદ્દામાલ સાથે પકડી લઇ પકડાયેલ આરોપી તથા પકડાયેલ આરોપીને પ્રોહી મુદામાલ આપનાર આરોપી - સુરજભાઇ રમેશભાઇ રાઠોડ રહે.પૂના ગામ નવું ફળીયું તા.માંડવી જી.સુરત નાઓની વિરુધ્ધ ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહી એકટ મુજબ ગુનો રજિસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે .

(3:00 pm IST)