Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

કોરોના મહામારી વચ્ચે રાજપીપળા શહેરીજનોની લાપરવાહી પરિસ્થિતિ વધુ વિકટ બનાવે તો નવાઈ નહીં.!!

પ્રતિદિન શાકભાજી ખરીદવા અને નદી કીનારે લટાર મારવા નિકળી પડતાં નગરજનોના ટોળાંથી કોરોના સંક્રમણનો વિસ્ફોટ થવાની સંભાવના

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નર્મદા જિલ્લામાં દિન-પ્રતિદિન વધી રહેલા કોરોના કહેર કેટલાય લોકોના જીવને ભરખી ગયું હોય કોરોનાનું નામ સાંભળતા ભલભલાના પગ ધ્રુજવા માંડે છે. તેમજ રાજપીપળા શહેરમાં કૂદકે ને ભૂસકે વધી રહેલા કોરોના સંક્રમણની ચેનને તોડવા કેટલાક જાગૃત નાગરિકો દ્વારા કડક અને સંપૂર્ણ લોકડાઉનની માંગ કરી રહ્યા છે સોશ્યલ મીડિયામાં પણ રાજપપીપળા નગરને લોકડાઉન કરવાની ચર્ચા જોર શોરમાં ચાલી રહી છે.

  સરકારી તંત્ર અને પ્રશાસન દ્વારા ટીવીમાં સોશ્યલ મીડિયા પર અને નગરની શેરીઓમાં રીક્ષા ફેરવીને જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે કારણ વગર બહાર ન નીકળી, શારીરિક અંતર જાળવવું એ એકમાત્ર ઉપાય છે આ મહા મારી થી બચવા માટે. છતાં પણ રાજપીપળા નગરના બજારોમાં અને બીજી જાહેર જગ્યાઓ પર કેટલાક અણસમજુ લોકો જાગૃતિના અભાવે કહો કે નિષ્કાળજી ના કારણે સરકારના આ આદેશનું સરેઆમ ઉલ્લંઘન કરી સોશ્યલ ડિસ્ટનસિંગના ધજાગરા ઉડાવતા નજરે પડી રહ્યા છે. જેથી કોરોના સંક્રમણ વધવાની શક્યતા પ્રબળ બની રહી છે.
 આવુજ કાયદાનો ઉલ્લંઘન રોજ સવારે ગાર્ડન સામે ખસડાયેલ શાકમાર્કેટમાં જાણે કીડીયારું ઉભરાયું હોય એ રીતે લોકો ઉમટી પડે છે. તો બીજી તરફ દરરોજ સાંજે રાજપીપળા ની કરજણ નદીના કિનારે આવેલા ઓવારા પર પોતાની અને પોતાના પરિવારના સ્વાસ્થ્ય અને જીવ ની ચિંતા ન હોય એમ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવ્યા વગર જાણે મેળો લાગ્યો હોય તે રીતે નાના બાળકો અને વૃદ્ધો સહિત લોકો ના ટોળે ટોળા ફરવા નીકળી પડે છે. આવા કેટલાક લોકોની જાગૃતાના અભાવના કારણે કોરોના નો સંક્રમણ વધુને વધુ ફેલાઈ શકે છે.પ્રસાશન જો બિનજવાબદાર બની ફરતા લોકોની આ ભીડ વહેલી તકે એકઠી થતા નહીં અટકાવે તો રાજપીપળા શહેરમાં વધી રહેલા કોરોનાના કેસો અને તેનાથી થતા મોતના આંકડો હજુ પણ વધી શકે તેમ છે.

(2:59 pm IST)