Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

સુરતમાં કોરોનાના નવા 199 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 7 લોકોનો જીવ લીધો : કુલ કેસની સંખ્યા 10 , 233એ પહોંચી

કોવિડ ગાઈડલાઈનના ભંગ બદલ એક જ દિવસમાં 59,536 રૂપિયાનો દંડ વસૂલાયો

સુરત: ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ દિન-પ્રતિદિન સતત વધી રહ્યો છે, ત્યારે સુરતમાં પણ સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. સુરતમાં છેલ્લા 24 કલાકમાં વધુ 199 કેસ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. આ સાથે જ શહેરમાં કોરોના સંક્રમિતોનો આંકડો 10,233 પર પહોંચી ગયો છે. જ્યારે આજે વધુ 7 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.

સુરત મ્યૂન્સિપલ કોર્પોરેશન તરફથી રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 183 કોરોના સંક્રમિતો સ્વસ્થ થઈ જતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. આ સાથે શહેરમાં 7021 કોરોના દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત શહેરમાં હોમ ક્વોરેન્ટાઈન અંતર્ગત 22,851 વ્યક્તિઓ છે. જ્યારે સરકારી સુવિધા હેઠળ 12 જણાં ક્વોરેન્ટાઈમાં છે. આમ શહેરમાં કુલ 22,593 લોકો ક્વોરન્ટાઈન હેઠળ છે.
શહેરમાં કોરોનાનું સંક્રમણ ફેલાતુ અટકાવવા માટે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી કોવિડ ગાઈડલાઈનનો ચુસ્ત અમલ કરાવવામાં આવી રહ્યો છે. આમ છતાં લોકો બેદરકારી દાખવી રહ્યાં છે, ત્યારે આ ગાઈડલાઈનનો ભંગ કરનારા લોકો પાસેથી દંડ પણ વસૂલવામાં આવી રહ્યો છે.

, સુરતના વિવિધ વિસ્તારોમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન ના કરવા બદલ કુલ  37,800 રૂપિયા, માસ્ક ના પહેરવા બદલ  33,002, સેનેટાઈઝરનો ઉપયોગ ના કરવા બદલ  3001 મળી કુલ 59,536 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. આ સાથે અત્યાર સુધી આવ રીતે કુલ 87,85,229 રૂપિયા દંડની રકમ વસૂલવામાં આવી છે.

(1:52 pm IST)