Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

કોરોના સહાયકના નિર્ણય વિરૂધ્ધ

MBBSના વિદ્યાર્થીઓની ગુજરાત સરકાર સામે હાઈકોર્ટમાં અરજી

અમદાવાદ,તા.૨૯:કોરોના સહાયકના નિર્ણય સામે MBBSના વિદ્યાર્થીઓએ હિદ્ય કોર્ટમાં અરજી કરી છે. રાજય સરકારના ઠરાવ સામે MBBSના વિદ્યાર્થીઓએ વાંધો ઉઠાવ્યો છે.

રાજય સરકાર દ્વારા MBBSના ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને કોરોના સહાયક તરીકે સેવાઙ્ગ આદેશ આપવામાં આવ્યો છે જેની સામે વિદ્યાર્થીઓએ વાંધો ઉઠાવ્યો છે.ઙ્ગ

વિદ્યાર્થીઓની હાઇકોર્ટમાં રજૂઆત કરી છે કે, કોરોનામાં કામગીરીથી ભવિષ્ય જોખમમાં મૂકાશે. કોરોનામાં કામગીરીમાં જવાથી અભ્યાસ માટે સમય નહી મળે. આ નિર્ણય આપખુદ હોવાથી રદ્દ કરવામાં આવે તેવી માગ કરી છે. સુરતમાં આ અંગે વિકલ્પ અપાયો છે જયારે અમદાવાદમાં ફરજિયાત છે. AMCએ પણ હાઈ કોર્ટમાં કેવિએટ અરજી દાખલ કરી છે. આગામી સમયમાં આ અંગે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.

(1:01 pm IST)