Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

એકમ કસોટીનો પ્રારંભ : સ્થગિત કરવાની સંચાલકોની રજુઆત છતાં એકમ કસોટી લેવા સરકાર મક્કમ

એકમ કસોટી કોઇ ઔપચારિક પરીક્ષા નથી : શિક્ષણ વિભાગ : આચાર્યોને વિદ્યાર્થીઓ સુધી પ્રશ્નપત્રની હાર્ડ અથવા સોફટ કોપી પહોંચાડવાની તાકીદ

અમદાવાદ, તા. ર૯ :  કોવિડ ૧૯માં હાલ શાળાનાં વિદ્યાર્થીઓને ઓનલાઇન/ લર્નીંગ હોમ દ્રારા અપાઈ રહયું છે રાજયના અંતરિયાળ વિસ્તારમાં ટીવી, મોબાઇલ કે તેના નેટવર્કની સમસ્યાનાં કારણે દ્યણાં વિદ્યાર્થીઓ શિક્ષણ લઇ શકતા નથી. ઉપરાંત આ પરીક્ષાની ઉત્ત્।રવહી ચકાસવા માટે પ્રવાસી શિક્ષકોની સંખ્યા પણ ઓછી છે. જેથી એકમ કસોટી સ્થગિત રાખવાની ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળે સરકાર સમક્ષ માંગણી કરી હતી. જો કે સરકારે મહામંડળની રજૂઆતની બાદબાકી કરીને એકમ કસોટી લેવાનો મક્કમ નિર્ધાર જાહેર કર્યો હતો.

આ અંગે કેટલીક સૂચનાઓ પણ જારી કરી છે. તેમાં આચાર્યોને વિદ્યાર્થીઓ સુધી પ્રશ્નપત્રની હાર્ડ અથવા સોફ્ટ કોપી પહોંચાડવાની તાકીદ કરી છે. તે જ રીતે ઉત્ત્।રોની કોપી શાળાએ પહોંચાડવા વિદ્યાર્થીઓને સૂચના જારી કરી છે. આજથી ગુજરાતભરમાં એકમ કસોટીનો પ્રારંભ થયો. 

રાજયનાં શિક્ષણ વિભાગે બહાર પાડેલા પરિપત્રમાં જણાવ્યું છે કે, કોવિડ ૨૦૧૯ મહામારી દરમિયાન શાળાઓ બંધ હોવાની સ્થિતિમાં પણ શિક્ષણ ચાલુ રહે. અભ્યાસમાં સાતત્ય જળવાય તે માટે રાજયના શિક્ષણ વિભાગ દ્વારો હોમ લર્નિંગના વિવિધ પ્રયાસો કર્યા છે. ધો.૯થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે જુદી જુદી ચેનલો પર શૈક્ષણિક કાર્યક્રમો જોઇ શકાય છે.

સતત મૂલ્યાંકન એ અધ્યયન-અધ્યાપન પ્રક્રિયાનો ભાગ છે. જેના આધારે વિદ્યાર્થીની કયાસ જાણીને ઉપચારાત્મક શિક્ષણ કાર્ય થઇ શકે છે. આ એકમ કસોટી કોઇ ઔપચારિક પરીક્ષા નથી. પરંતુ મૂલ્યાંકનનો ભાગ છે. આ કસોટીના પરિણામોના આધારે શિક્ષક ઉપરાંત વાલીઓ પણ પોતાના બાળકોની કયાશ જાણીને જરૂરી માર્ગદર્શન આપી શકે છે. જેથી આ કસોટી લેવામાં આવે છે.

જિલ્લા શિક્ષણાધિકારીને તા. ૨૪જ્રાક સુધીમાં ઇમેઇલ એડ્રેસ પર એકમ કસોટીના પ્રશ્નપત્ર મોકલ્યાં છે. આચાર્યોએ વિદ્યાર્થીઓ સુધી સોફ્ટ અથવા હાર્ડ કોપી પહોંચાડવાની રહેશે. આ ઉપરાંત વાલીઓ તથા વિદ્યાર્થીઓને સરળતાથી પ્રશ્નપત્રો મળી રહે તે માટે બોર્ડની વેબસાઇટ પર મૂકયા છે. વિદ્યાર્થીઓ સંબંધિત બંને વિષયની એકમ કસોટીના ઉત્ત્।રો ૧૦જ્રાક ઓગસ્ટ સુધીમાં પોતાની અનુકુળતાએ અલગથી બનાવેલી નોટબકમાં સ્વયંશિસ્તપૂર્વક વાલીની દેખરેખ હેઠળ ઘરેથી જ લખે.

વિદ્યાર્થીઓ જે નોટબુકમાં ઉત્ત્।રો લખ્યા હોય તેની સોફ્ટ અથવા હાર્ડ કોપી ૧૦ ઓગસ્ટ સુધીમાં શાળાના આચાર્યોને પહોંચાડી દે. જે વિદ્યાર્થી/વાલી આવી શકે તેમ નથી તેમણે સોફ્ટ કોપી મોકલવાની રહેશે. આચાર્યોએ પ્રશ્નપત્રોના ઉત્ત્।રો શકય હોય ત્યાં સુધી સોફ્ટ કોપીમાં મેળવવા અન્યથા હાર્ડ કોપીમાં નોટબુક મેળવતી વખતે કોવીડ ૧૯ની પરિસ્થિતિ લક્ષમાં લઇ આયોજન કરે.

ઉત્ત્।રવહી નોટબુક મેળવવા માટે સોશિયલ ડીસ્ટન્સીંગ જળવાય રહે તે રીતે વાલીઓને પ્રમાણસર સંખ્યામાં તબક્કાવાર શાળામાં આવવા અનુમતિ આપવી તેમ જ નોટબુક સ્વીકારવા માટે શાળામાં એક બોકસ રાખવું. તે નોટબુક શાળામાં ત્રણ દિવસ સુધી મૂકી રાખવી. ત્યારબાદ જ શિક્ષકો પાસે મૂલ્યાંકન કરાવવું.

(1:01 pm IST)