Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

મહેસાણામાં કન્ટેન્મેન્ટ ઝોનમાં રહેતા ભાજપના કોર્પોરેટરને પાલિકાની સભામાં જવાની મંજુરી!

તંત્રએ ભાજપના કોર્પોરેટરને ફ્લેટને માઈક્રો કન્ટેઇમનમેન્ટ ઝોન જાહેર કર્યો છે

મહેસાણા નગરપાલિકાની આજે મળી રહેલ સાધારણ સભામાં પોતાનું ધાર્યું કરવા કોંગ્રેસ અને ભાજપે રણનિતિ નક્કી કરી છે. જેના ભાગરૃપે શહેરના કન્ટેન્ટમેન્ટ ઝોનમાં વસવાટ કરતા ભાજપના એક કોર્પોરેટર સભામાં હાજર રહેવા મામલતદાર સમક્ષ રજુઆત કરી હતી. જેમાં તંત્ર દ્વારા આશ્રર્યજનક નિર્ણય કરીને તેઓને આ બેઠકમાં હાજરી આપવા મંજુરી આપવામાં આવી છે. આમ સામાન્ય લોકોને કન્ટેન્મેન્ટ ઝોનમાંથી બહાર નીકળવા માટે કોઇપણ ભોગે મંજુરી અપાતી નથી. સામાન્ય સભામાં લાખોની મલાઇ માટે ભાજપના નગરસેવકને ખાસ મંજુરી અપાતા તંત્રની પોલ ખુલ્લી ગઇ છે.

મહેસાણામાં આવેલા ચંદ્રપ્રભુ ફલેટમાં કોરોના પોઝિટીવ કેસ આવતા તંત્રએ આ ફલેટને માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કર્યો છે. જેના લીધે આ ફલેટમાં રહેતા ભાજપના કોર્પોરેટર કૌશીક વ્યાસના સાધારણ સભામાં હાજર રહેવા સામે સવાલો ઉભા થયા હતા. તેમણે મહેસાણાના મામલદારને રજુઆત કરી પાલીકાની બેઠકમાં હાજરી આપવાની મંજુરી માંગી હતી

 . જોકે પૂર્વપ્રમુખ ઘનશ્યામ સોલંકી તેમજ કોંગી કોર્પોરેટર જયદિપસિંહ ડાભીએ તેનો વિરોધ દર્શાવ્યો તકેદારીના ભાગરૃપે તેઓને બેઠકમાં હાજરી આપવાની મંજુરી ન આપાવમાં આવે તેવી રજુઆત કરી હતી. દરમિયાન તંત્ર દ્વારા ભાજપના કોર્પોરેટર કૌશીક વ્યાસને બેઠકમાં ભાગ લઇ શકે તે માટેની મંજુરી આપી હતી.

 નોંધપાત્ર છે કે, સંખ્યાબળની દ્રષ્ટિએ હાલ નગરપાલિકામાં કોંગ્રેસનું પલળુ ભારે દેખાઇ રહ્યું છે. ત્યારે ભાજપે પણ વિકાસના નવા કામો મંજુર કરવા સોગઠા ગોઠવ્યા હોવાનું જાણવા મળે છે.

(12:27 pm IST)