Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

મેમનગર ગુરુકુલ ખાતે સત્સંગીજીવન ગ્રન્થ આધારિત ઓન લાઇન જ્ઞાનસત્રની પૂર્ણાહૂતિ

સત્સંગ ભજન ઉપયોગી વિવિધ મોબાઇલ એપ્લિકેશન્સનું વિમોચન કરવામાં આવ્યું

અમદાવાદ તા.૨૯ SGVP ગુરુકુલના અધ્યક્ષ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે અને પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામી તથા પુરાણી હરિસ્વરુપદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં પવિત્ર શ્રાવણ માસમાં તા.૨૧-૭ ૨૦૨૦ મંગળવાર થી તા.૨૭--૨૦૨૦ દરમ્યાન કોરોના મહામારીના આ વિપરીત સમયમાં ભક્તજનો ઘેર બેઠા સત્સંગનો દિવ્ય આનંદ માણી શકે તેમજ સર્વજીવહિતાવહ સ્વાસ્થ્ય સુરક્ષાના નિર્દેશને નજરમાં રાખીને  અમદાવાદ  મેમનગર શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળમાં ૭ દિવસનો ઓન લાઇન જ્ઞાનસત્ર યોજાયો હતો.

            શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પરંપરાના સંસ્થાપક ગુરૂદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ જ્ઞાનસત્રની અનોખી પરંપરા આજથી ૪૪ વર્ષ પહેલા અમદાવાદ ખાતે શરૂ કરેલી. પરંપરાનું સુપેરે વહન કરી રહેલા પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન અનુસાર ચાલુ વર્ષે આયોજિત જ્ઞાનસત્રમાં શ્રીમદ્ સત્સંગીજીવન સપ્તાહ કથા પારાયણના મુખ્ય વક્તા તરીકે ગુરુવર્ય પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ સૌને લાભ આપ્યો હતો, તેમજ શાસ્ત્રી શ્રી ભક્તિવેદાંતદાસજી સ્વામી અને શાસ્ત્રી શ્રી ધર્મનંદનદાસજી સ્વામીએ દરરોજ કથામૃતનો દિવ્ય લાભ સૌ શ્રોતાઓને આપ્યો હતો.

            જ્ઞાનસત્ર દરમિયાન આયોજિત વ્યાખ્યાન માળા માં વિવિધ વિષયો પર સંતોએ પ્રવચનો આપ્યા હતા જેમાં  પુરાણી શ્રી વિશ્વવિહારીદાસજી સ્વામી, શાસ્ત્રી શ્રી મુનિવત્સલદાસજી સ્વામી, શાસ્ત્રી શ્રી સર્વમંગલદાસજી સ્વામી અને પાર્ષદ શ્રી શામજી ભગતે લાભ આપ્યો હતો.

            જ્ઞાનસત્રમાં દરરોજ પરમ પૂજ્ય સદગુરુ પુરાણી સ્વામી ભકિતપ્રકાશદાસજી સ્વામી અને પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીના આશીર્વાદનો પણ લાભ મળ્યો હતો.

જ્ઞાનસત્ર દરમિયાન SGVP સંસ્થા દ્વારા શ્રી નીલકંઠ વર્ણીરાજની મનોરમ્ય સુંદર ચિત્રપ્રતિમાનુ અનાવરણ કરવામાં આવ્યું હતુંતેમજ સત્સંગ ભજન ઉપયોગી વિવિધ મોબાઇલ એપ્લિકેશન્સ...

( )SGVP BHAJAN BANK App ( ) SGVP SANKIRTAN  App.( ) SGVP NITYA NIYAM App.

()SGVP JANMANGAL. App.પણ પ્રકાશિત કરવામાં આવી હતી જેનું વિમોચન સંતોના વરદ હસ્તે થયું હતું.

              જ્ઞાનસત્રના મુખ્ય યજમાન તરીકે મૂળ સૌરાષ્ટ્રના ધાવા (ગીર) અક્ષરનિવાસી . પિતાશ્રી ભુપતભાઈ પુંજાભાઈ ઝાલાવાડીયાના ગંગાસ્વરૂપ માતૃશ્રી રસીલાબેન ભુપતભાઈ ઝાલાવાડીયા હસ્તે સુપુત્રો શ્રી કલ્પેશભાઈ અને ડોક્ટર ભૌતિક ભાઈએ  લાભ લીધો હતો. સહયજમાન તરીકે ચેતનભાઇ લક્કડ, ઘનશ્યામભાઇ સુવાપ્રિતેશભાઇ દોંગાચંદ્રકાંતભાઇ ગોહેલ અને કિરીટભાઈ સુહાગીયા જોડાયા હતા. શ્રીમદ્ સત્સંગીજીવન સંહિતાપાઠમાં કૌશિકભાઈ પાઠક તેમજ સાધુ શુકવલ્લભદાસજી સ્વામી અને સાધુ ઋષિકેશદાસજી સ્વામી બિરાજ્યા હતા. આ જ્ઞાનસત્રમાં દરરોજ વહેલી સવારે શ્રી નીલકંઠ વર્ણી આગળ મહાપુજા અભિષેક, શિવ અભિષેક શ્રદ્ધા ભક્તિ ભાવપૂર્વક સંપન્ન થયા.

(11:53 am IST)