Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

રાજ્યમાં 56 તાલુકામાં મેઘમહેર : વલસાડમાં સૌથી વધુ 5.5 ઇંચ ખાબક્યો : પારડીમાં 4,5 ઇંચ વરસાદ

ગણદેવી-ચીખલીમાં 4 ઇંચ, વાપી તાલુકામાં 2.5 ઇંચ વરસાદ

અમદાવાદ : પાછલા 24 કલાકમાં રાજ્યમાં 56 તાલુકામાં મેઘમહેર નોંધવામાં આવી છે. વલસાડમાં સૌથી વધુ 5.5 ઇંચ વરસાદ નોંધવામાં આવ્યો છે. વલસાડનાં પારડીમાં 4.5 ઇંચ, ગણદેવી-ચીખલીમાં 4 ઇંચ, વાપી તાલુકામાં 2.5 ઇંચ વરસાદ નોંધવામાં આવ્યો છે, જ્યારે 6 તાલુકાઓમાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ નોંધવામાં આવ્યો છે

 . રાજ્યનાં અન્ય 45 તાલુકાઓમાં 1 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત હવામાન વિભાગ દ્વારા બે દિવસ પૂર્વે જ પાંચ દિવસ ગુજરાતમાં સારા વરસાદની આગાહી આપવામાં આવી હતી. જો કે, ગઇકાલે નોંધવામાં આવેલા વરસાદી આંકડા પ્રમાણે પ્રતિત થઇ રહ્યું છે કે, દક્ષિણ ગુજરાતને બાદ કરતા રાજ્યભરમાં વરસાદનું જોર ઘટ્યું છે.

(10:39 am IST)