Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

થરાદની ચારડાની સીમમાં જુગાર રમતા છ પત્તાપ્રેમીઓ ઝડપાયા : રોકડ રકમ સહીત 55,580નો મુદામાલ જપ્ત

બનાસકાંઠા જીલ્લાની એલસીબી પોલીસે બાતમીના આધારે દરોડો પાડ્યો

બનાસકાંઠા જીલ્લાની એલસીબી પોલીસને થરાદમાં પેટ્રોલિંગ દરમ્યાન ચારડા ગામની સીમમાં કેટલાક શખસો જુગાર રમતા હોવાની ખાનગી બાતમી મળતાં સ્થળ પરથી છ જુગારીઓને રૂ.55,580ના મુદ્દામાલ ઝડપી જુગારધારાની જોગવાઇઓ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

થરાદથી વાવ જતા રોડ ઉપર આવેલ ચૌઘરી હોટલની પાછળ આવેલ ખુલ્લા ખેતરમાં ઝાડ નીચે જાહેરમાં ગંજીપાના વડે તીન પત્તીનો પૈસાની હારજીતનો જુગાર પોતાના અંગત લાભ માટે રમતા હોવાની બનાસકાંઠા એલસીબી પોલીસને મળેલી બાતમીને આધારે રેડ કરતાં પોલીસે ગંજીપાના, રોકડ રૂ.1550 તેમજ ઝડપાયેલા આરોપીઓની અંગ ઝડતી લેતાં 32,830 મળી કુલ રોકડ રકમ રૂ.34,380 તથા મોબાઇલ નંગ 06 કિં. રૂ.21,200 મળી કુલ્લ રૂ.55,580ના મુદ્દામાલ સાથે બબાભાઇ કરશનભાઇ રાજપુત (34), ચારડા તા.થરાદ, શંકરભાઇ અજમલભાઇ રાજપુત (35), થરાદ મહાલક્ષ્‍મી સોસાયટી, રમેશભાઇ હરસંગભાઇ રાજપુત(૩૦) વાંઢીયાવાસ તા.વાવ, પ્રભુભાઇ સનજી ઠાકોર(૩૫) રહે.ચામુંડાનગર સોસાયટી,થરાદ, મોહનભાઇ હિરાજી વજીર રહે.શિવનગર તા.થરાદ, હઢાભાઇ ખેમાભાઇ રાજપુત (૩૪) રહે.ચારડા તા.થરાદ જી.બનાસકાંઠાને એલસીબી પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.

(10:34 am IST)