Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

મોડાસાના સાંઈબાબા મંદિર પાસે એસટી બસ ઝાડ સાથે અથડાઈ: બાળકીને આંખમાં ઇજા

ઈજાગ્રસ્ત બાળકીને તાત્કાલિક રિક્ષા મારફતે દવાખાને ખસેડી

મોડાસા શહેરના સાંઈમંદિર નજીકથી વરસતા વરસાદમાં રોડ પર ઓઈલ ઢોળેયેલું હતું ત્યારે અહીંથી પસાર થતી એસટી બસના ચાલકે વળાંકમાં સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતાં બસ રોડની બાજુમાં ઝાડ સાથે અથડાઈ ગઈ હતી. આ ઘટનાથી બસના મુસાફરોમાં ભારે હોહા મચી ગઈ હતી. મુસાફરો પૈકી એક બાળકીની આંખે ગંભીર ઇજા પહોંચતાં અકસ્માતના પગલે દોડી આવેલા લોકોએ ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સનો સંપર્ક કર્યો હતો. પરંતુ તે એમ્બ્યુલન્સ માલપુરથી આવતાં વધુ સમય લાગે તેમ હોઈ લોકોએ ઈજાગ્રસ્ત બાળકીને તાત્કાલિક રિક્ષા મારફતે દવાખાને ખસેડી હતી. સદનસીબે વાહનો અને રાહદારીઓથી ધમધમતા રોડ પર એસટી બસ સ્લીપ થવા છતાં મોટી જાનહાનિ ટળી હતી.

 

(10:14 am IST)