Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

ભચાઉના લુણવા પાસેથી બેઝ ઓઈલનો ગેરકાયદે જથ્થો ઝડપાયો: 7 લાખથી વધુનો મુદામાલ જપ્ત

સતાપર અંજારના સામતભાઇ આહીરની ધરપકડ

ગાંધીધામ : કચ્છમાં હાલના સમયે બેઝઓઈલનો ધીકતો ધંધો થવા પામી રહ્યો છે બીજીતરફ પોલીસતંત્ર પણ સતર્ક બનીને બેઠુ હોય તેવી રીતે એક પછી એક આવા કારસ્તાનનો પર્દાફાશ થવા પામી રહ્યો છે. દરમ્યાન જ પૂર્વ કચ્છ એલસીબીની ટીમે પણ સપાટો બોલાવી અને વધુ એક બેઝ ઓઈલ ભરેલ ટેન્કર સાથે અંજાર સત્તાપરનો એક શખ્સને પકડી પાડયો હોવાના અહેવાલો સામે આવવા પામી રહયા છે.   

 બોર્ડર રેન્જ આઈજીપી સુભાષ ત્રિવેદી ભુજ તથા પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ ગાંધીધામ પરિક્ષીતા રાઠોડનાઓ તરફથીજિલ્લમા બેઝ ઓઈલનો ગેરકાયદેસર ઉપયોગ થતો હોવાથી તે બાબતેની કાર્યવાહી કરવા જરૂરી સુચના આપતા એલસીબીની ટીમ ભચાઉ વીસ્તારમા પેટ્રોલીગમા હતી

 દરમ્યાન મળલ બતમી હકકીત આધારે ચોપડવાથી લુણવા ગામ નજીક બેઝ ઓઈલ ભરેલ ટેન્કરના નંબર જોતા જી જે ૬ ટીટી ૮૦પ૪વાળુને પકડી પાડેલ અને આ ટેન્કર ચાલક પાસે બેઝ ઓઈલના કોઈ આધાર પુરાવા કે બિલ ન હોય શંકાસ્પદ જથ્થા તરીકે કબ્જે કરી કાયદેસર કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે ભચાઉ પોલીસ સ્ટેશને સોપવામા આવલ છે. આ કેસમાં એક આરોપી શખ્સને પકડી પાડવામા આવ્યો છે. આરોપી સામતભાઈ રતાભાઈ આહિર ઉ.વ.પ૪ રહે. સત્તાપર અંજારવાળાને પકડાયોા છે અને તેની પાસેથી મુદામાલમાં ટેન્કર ન. જી જે ૬ ટીટી ૮૦પ૪ જેની કિમંત રૂપિયા પાંચ લાખ તથા ટેન્કરમા ભરેલ બેઝ ઓઈલ પ૦૦૦ લીટર કી.રૂપીયા ર,પ૦,૦૦૦ કુલ્લ ૭,પ૦,૦૦૦નો મુદામાલ કબ્જે કરી લેવામા આવ્યો છે. બેઝ ઓઈલના આ ટેન્કર પકડવાની કામગીરીમાં એલસીબીના ઈન્ચાર્જ પોલીસ ઈન્સપેકટર એસ.એમ.રાણા એલસીબી તથા તેમનો સ્ટાફ જોડાયો હતો

(12:31 am IST)