Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

રાત્રે પાર્ટી માટે એકઠા થયેલા યુવકોને પોલીસે માર માર્યો

યુવકો બર્થ ડે પાર્ટી માટે એકઠા થયા હતા : વાયરલ થયેલા વીડિયોમાં પોલીસ ઉજવણી કરતા યુવકોને રસ્તા ઉપર સુવડાવીને ડંડાથી ફટકારતી જોવા મળે છે

અમદાવાદ, તા. ૨૮હાલ કોરોનાને કારણે અનલોક . ચાલી રહ્યું છે. દરમિયાન રાત્રે ૧૦.૦૦ વાગ્યાથી સવારના .૦૦ વાગ્યા સુધી આખા રાજ્યમાં કર્ફ્યૂનો અમલ કરવાનો હોય છે. સમય દરમિયાન હાઈવે પર ચાલતા વાહનો અને ઈમરજન્સી સિવાયના વાહનોને પોલીસ પકડીને પૂછપરછ કરે છે. દરમિયાન એક વીડિયો સોશિયલ મીડિયામાં વહેતો થયો છે. જેમાં બે પોલીસકર્મી ૧૦ યુવકોને રોડ પર ઊંધા સૂવડાવીને ડંડાથી ફટકારી રહ્યા છે. જોકે, વીડિયો ક્યાંનો છે તેની કોઈ પુષ્ટિ થઈ શકી નથી. વીડિયોમાં જોઈ શકાય છે કે, પોલીસકર્મીઓ બેરહમીપૂર્વક તમામ યુવકોને માર મારી રહ્યા છે. જ્યારે યુવકો મારને પગલે બૂમો પાડી રહ્યા છે. એક ક્ષણે એક પોલીસકર્મી એક યુવકને લાત પણ મારે છે. યુવકો ઊભા થવાનો પ્રયાસ કરે છે તો તેમને ફરીથી માર મારવામાં આવે છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, તમામ યુવકો મોડી રાત્રે જન્મદિવસની પાર્ટી કરવા માટે એકઠા થયા હતા. દરમિયાન પોલીસે તમામને પકડી પાડ્યા હતા. જે બાદમાં પોલીસે તમામ યુવકોને શબક શીખવવાનું નક્કી કર્યું હતું. કર્ફ્યૂ દરમિયાન રાત્રે ૧૦.૦૦ વાગ્યાથી સવારે ઈમરજન્સી સિવાય બહાર નીકળી શકાતું નથી. યુવકોએ કર્ફ્યૂનો ભંગ કર્યો હોવાથી પોલીસે તમામને ફટકાર્યા હતાં.

આજકાલ જાહેર રસ્તાઓ પર જન્મ દિવસની ઉજવણી કરવાની ફેશન ચાલી રહી છે. રાજ્યના વિવિધ શહેરમાં મોડી રાત્રે જાહેરમાં તલવારથી કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હોવાનો અનેક બનાવો સામે આવતા રહે છે. અનેક કેસમાં પોલીસે આવા કેસમાં લૉકડાઉન ભંગની કે જાહેરનામું ભંગની ફરિયાદ નોંધીને કાર્યવાહી કરી છે. અમદાવાદમાં પણ છેલ્લા ત્રણ મહિનામાં આવા બનાવો સામે આવ્યા છે.

વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, બે પોલીસકર્મી જેમાંથી એક વર્ધીમાં જોવા મળે છે અને એક સાદા કપડામાં નજરે પડે તે ૧૦ જેટલા યુવકોને જમીન પર ઊંધા સૂવડાવીને એક પછી એકને ડંડા ફટકારી રહ્યા છે.

તમામ યુવકોને રોડ પર ઊંધા સૂવડાવીને બંને છેડેથી પોલીસકર્મી એક પછી એક યુવકને ડંડાથી માર મારી રહ્યા છે. ડંડાનો માર પડતા યુવતો દર્દથી બૂમો પાડી રહ્યા છે. દરમિયાન અમુક યુવકો પોલીસના મારથી ઊભા થવાનો પ્રયાસ કરે છે પરંતુ પોલીસકર્મી પાછા તેમના ઊંધા સૂવડાવીને ફટાકારે છે. વીડિયો ક્યા શહેરનો છે તેની કોઈ પુષ્ટિ થઈ શકે નથી.

(10:30 pm IST)