Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

અમદાવાદની જી.સી.એસ.હોસ્પિટલ દર્દીઓ માટે આશાનું કિરણ : કોરોના વિભાગમાં 2000 દર્દીઓની સફળ સારવાર

હોસ્પિટલ ખાતે 24 ક્લાક કાર્યરત ડોક્ટર્સ, તાલીમબદ્ધ નર્સ અને સ્ટાફ પણ સેવા

અમદાવાદની જી.સી.એસ (GCS) હોસ્પિટલ કોરોનાની મહામારી શરૂ થયાના સમયથી જ કોરોના વાઈરસના દર્દીઓ તેમજ સામાન્ય દર્દીઓ માટે આશાનું કિરણ સાબીત થઈ છે.

જી.સી.એસ (GCS) હોસ્પિટલના કોરોના વિભાગમાં અત્યાર સુધીમાં 2000થી વધારે કોવિડ-19ના શંકાસ્પદ અને પોઝિટિવ દર્દીઓએ સારવાર મેળવી છે.જી.સી.એસ. (GCS) હોસ્પિટલને સરકાર દ્વારા કોવિડ-19ની સારવાર માટે નિયુક્ત કરવામાં આવી હતી.ત્યારથી જી.સી.એસ (GCS) હોસ્પિટલે કોવીડ(COVID) દર્દીઓની સારવાર માટે અલાયદો પ્રવેશ, વોર્ડસ અને સ્ટાફને ફાળવવામાં આવ્યો છે.

જી.સી.એસ (GCS) હોસ્પિટલ ખાતે 24 ક્લાક કાર્યરત ડોક્ટર્સ, તાલીમબદ્ધ નર્સ અને સ્ટાફના પ્રયત્નોથી હોસ્પિટલોમાં કોવિડ-19(COVID-19)ની સારવાર માટે આવનાર મોટા ભાગના દર્દીઓ સાજા થઈ પોતાના ઘરે ગયા છે.

સંસ્થાના ડાયરેક્ટર ડો. કીર્તિ પટેલે જણાવ્યું છે કે,“જી.સી.એસ (GCS) હોસ્પિટલ ખાતે હાલમાં કોવિડ (COVID) દર્દીઓ માટે 386 પથારીની વ્યવસ્થા કરવામાં આવેલ છે,જેના માટે અમારા ડોક્ટર્સ, સહિત તમામ સ્ટાફ થાક્યા વિના ખડેપગે કાર્યરત છે.કોવિડ (COVID) દર્દીઓને સારી સગવડતા મળી રહે તે માટે રાઉન્ડ-ધી-ક્લોક તબીબી સેવાઓ ઉપલબ્ધ થાય તે રીતે મેડીકલ ઓફિસર, ફીઝીશીયન, એનેસ્થેટીસ્ટ, માઇક્રો બાયોલોજીસ્ટ, પેરામેડીકલ સ્ટાફ વગેરે ઉપલબ્ધ છે.

 સિનિયર જનરલ મેનેજર, નેહા લાલે જણાવ્યું છે કે,“રાજયમાં હાલ કોરોનાની મહામારીના લીધે દર્દીઓની સંખ્યા દિન પ્રતિદિન વધતી જોવા મળી રહી છે.ત્યારે જે દર્દીઓ હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા હોય તેમના પરિવારજનોને ચિંતા અને મૂંઝવણ ના થાય અને તેમને એક માનસિક મનોબળ મળી રહે એ માટે એક ખાસ હેલ્પલાઇન શરુ કરવામાં આવી છે, જેમાં હોસ્પિટલ દ્વારા દર્દીઓના પરિવારજનને રોજ ફોન કરીને દર્દીના સ્વાસ્થ્ય અને વર્તમાન સ્થિતિ વિષે માહિતી આપવામાં આવે છે.

જી.સી.એસ (GCS) હોસ્પિટલ ખાતે સારવાર લઇ સ્વસ્થ થયેલ દર્દીઓના પ્રતિભાવોમાં કૃણાલ પટેલે જણાવ્યું છે કે, મારા પિતા વિનોદભાઈ પટેલને ઉધરસ, કફ, ભારે તાવ, અશક્તિ જેવા લક્ષણો હતા.

10 જૂનના રોજ તેમનો કોવીડ (COVID) રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને જી.સી.એસ (GCS) હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.જી.સી.એસ(GCS) હોસ્પિટલની સુવિધાઓ અને સેવાઓથી અમે ખુભ જ પ્રભાવિત થયા.હોસ્પિટલ દ્વારા એક ખાસ હેલ્પલાઈન છે જે અમને દર્દીની સ્થિતિ વિષે નિયમિત ફોન કરી જાણ કરે છે, તે ખુબ જ નવી અને સારી પહેલ છે.

આશિષ ગૌતમએ જણાવ્યું છે કે, 2 જુલાઈના રોજ મારા પિતા જગજીવન મણિલાલ ગૌતમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી,તેથી અમે એમ્બ્યુલન્સમાં તેમને જી.સી.એસ(GCS) હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા.તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને કોવિડ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા.12 જુલાઈના રોજ મારા પિતાને સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ ડિસ્ચાર્જ કરવામાં કરવામાં આવ્યા હતા.મારા પિતાની રોજબરોજ રિકવરી અને સ્વાસ્થ્યની સ્થિતિ રોજ હોસ્પિટલ દ્વારા ફોન કરીને જણાવવામાં આવતી હતી.હોસ્પિટલ દ્વારા આટલી સારી સારવાર અને સેવાઓ બિલકુલ નિ:શુલ્ક આપવામાં આવી હતી.

(10:14 pm IST)