Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

નર્મદા જિલ્લા પોલીસે નિવાલદા મિશન ચોકડીથી ભેંસ અને પાડા ભરેલી ચાર ટ્રકો ઝડપી 27.80 લાખ નો મુદ્દામાલ જપ્ત કર્યો

ભરુચ થી મહારાષ્ટ્ર ના ધુલિયા ખાતે પશુઓ સપ્લાય કરતા ચાર ટ્રક ચાલકોને ઝડપી 27.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

 

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લો મહારાષ્ટ્રની બોર્ડરને અડીનેજ આવેલ હોય ગેરકાયદેસર ની પ્રવુતતીઓ બેફામ પણે બનતી હોય છે.તેમાંય વિદેશી દારૂની હેરાફેરી અને પશુઓની હેરાફેરી મુખ્ય છે. ત્યારે નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકરસિહની સુચના અને ડી વાય એસ પી રાજેશ પરમારના માર્ગદર્શન હેઠળ દેડિયાપાડા પોલીસ મથકના PSI .આર.ડામોર અને સાગબારા પોલીસ મથક ના PSI જી.કે.વસાવા સંયુકત ઓપરેશન મા ગુજરાત માથી મહારાષ્ટ્ર તરફ જતા પશુઓ ભરેલી એકસાથે ચાર ચાર ટ્રકો ઝડપી પાડી હતી.

  મળતી માહિતી અનુસાર દેડિયાપાડા પોલીસ અને સાગબારા પોલીસે પોલીસ વડા ની સુચના થી પોતાના સ્ટાફ ના જવાનો સાથે સંયુકત વાહન ચેકીંગ હાથ ધર્યુ હતું. જેમાં નિવાલદા મિશન ચોકડી ખાતે થી પસાર થતા વાહનો નુ ચેકીંગ કરતા ભેંસો અને પાડા ભરેલી એકસાથે ચાર ચાર ટ્રકો ને ઝડપી તેમાંથી ગેરકાયદેસર રીતે ભરેલા પશુઓ જેમાં 36 ભેંસો અને 16 પાડા ઠાસોઠાસ ભરેલા ઝડપીપાડયા હતા.
 
પોલીસે મામલે તપાસ કરતા ભેંસો ભરુચ ખાતે થી મહારાષ્ટ્ર ના ધુલિયા ખાતે સપ્લાય થતી હોવાનું બહાર આવ્યું હતું. આરોપી ટ્રક ડ્રાઇવરો 1) બાબુભાઈ ચંદુભાઇ તડવી રહે.મકતમપુર જીલ્લા પંચાયત કોલોની ભરુચ ટ્રક નંબર GJ 16W 9886 ( 2)દાઉદવલી ઈસમાઇલ કોન્ટ્રાકટર રહે. અઘરામાં તા.વાગરા ટ્રક નંબર GJ 1 16W 9986 (3) યુસુફ મહંમદ પટેલ રહે બ્રધરપાર્ક સોસાયટી શેરપુરા ભરુચ ટ્રક નંબર GJ 16Z 4744 ( 4) રહીમબેગ સમશેરબેગ મીર્ઝા રહે બ્રધરપાર્ક સોસાયટી ભરુચ ટ્રક નંબર GJ 16 X 9494 ના ઓને ઝડપી પાડયા હતા.અને પોલીસે ભેંસો 36 કિંમત રુપિયા 7 લાખ પાડા નંગ 16 કિંમત રુપિયા 80 હજાર ટ્રક નંગ 4 કિંમત રુપિયા 20 લાખ મળી કુલ રુપિયા 2780000 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ઝડપાયેલા આરોપીઓ સામે એનિમલ કરુઅલટી એકટ હેઠળ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી ભેંસો અને ના વેપલા સાથે સંકળાયેલા અસામાજિક તત્વો કોણ છે તેમને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા છે.

(9:49 pm IST)