Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

દારૂની પરબો અને નાસ્તા હાઉસ ખુલ્લા હોવાના બોર્ડ લગાવનાર આરોપી દિનેશ ચૌહાણ ઝડપાયો

હોમગાર્ડ વિજયે પીઆઈને મળવા ના દેતા આ કૃત્ય કર્યું હતું.

અમદાવાદ: “જોર જુલમ કી ટક્કર મે સંઘર્ષ હમારા નારા હૈ” નાં પોલીસ વિરુદ્ધનાં બોર્ડ લગાવી દારૂની પરબો અને નાસ્તા હાઉસ ધમધમતા હોવાનો આક્ષેપ કરનાર ફૂલના વેપારી દિનેશ ચૌહાણની શહેરકોટડા પોલીસે ધરપકડ કરી છે. દિનેશ ચૌહાણેએ પીઆઈએ લોકડાઉનમાં ફૂલની કેબીન બંધ કરાવી અને હોમગાર્ડ વિજયે પીઆઈને મળવા ના દેતા આ કૃત્ય કર્યું હતું. આરોપીએ લગાવેલા બોર્ડમાં દારૂની પરબો અને 24 કલાક ધમધમતા નાસ્તા હાઉસનાં માલિક સામે પીઆઈ કોઈ કાર્યવાહી ના કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો.

 

આ બોર્ડમાં પ્રતિબંધિત ધંધા બંધ કરાવવા અને જવાબદારોની તત્કાલ બદલી કરવામાં આવે તેવી માંગ કરી હતી. હોમગાર્ડ જવાન વિજય હિરાલાલનાં વહીવટથી ગેરકાયદે ધંધા ચાલતા હોવાનાં આક્ષેપ આરોપી દિનેશ ચૌહાણે કર્યા હતાં. સામાન્ય નાગરીકો પર લોકડાઉન અને અનલોકના ડંડા મારવામાં આવે છે પણ માનીતા સામે કાર્યવાહી થતી ન હોવાનું લખાણ હતું.

પોલીસે સોમવારે સવારે આ બોર્ડ ઉતારી લઈને બદનામી કરવા અંગે આરોપી ચૌહાણ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. પોલીસ તપાસમાં ભારતીય સામ્યવાદી પાર્ટીના સહમંત્રી હોવાનો દાવો કરનાર દિનેશ ચૌહાણ પાસે આવો કોઈ હોદ્દો ન હોવાનું અને કોઈ આઈ કાર્ડ પણ ન હોવાનું ખુલ્યું છે.

(9:10 pm IST)