Gujarati News

Gujarati News

News of Monday, 29th July 2019

સભ્ય વૃદ્ધિ અભિયાન મામલે આજે મિટિંગ

આજે વિવિધ બેઠકોનું આયોજન

અમદાવાદ,તા.૨૯ : પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની એક અખબારી યાદી જણાવે છે કે, પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયાની વિશેષ ઉપસ્થિતિમાં આવતીકાલે તારીખ ૩૦ જુલાઇ, ૨૦૧૯ મંગળવારના રોજ ભાજપા પ્રદેશ કાર્યાલય ''શ્રી કમલમ'' કોબા, ગાંધીનગર ખાતે દિવસભર ભાજપાના ''સદસ્યતા વૃધ્ધિ અભિયાન'' અંતર્ગત વિવિધ બેઠકો યોજાશે. સવારે ૧૦.૩૦ કલાકે ઉત્તર ઝોનના વ્યવસાયિકો, ઉદ્યોગકારો અને અગ્રણીઓની બેઠક યોજાશે, ત્યારબાદ બપોરે ૧.૦૦ કલાકે વિવેકાનંદ યુવક મંડળના જીલ્લા સંયોજકોની બેઠક યોજાશે. ત્યારબાદ બપોરે ૩.૦૦ કલાકે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની ઉપસ્થિતિમાં ગુજરાતભરની તમામ સંસ્થાઓના સીન્ડીકેટ, સેનેટ સભ્યો તથા શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા અગ્રણીઓની બેઠક યોજાશે.

        આ બેઠકોમાં ભાજપાના પ્રદેશ મહામંત્રીઓ, પ્રદેશ ઉપાધ્યક્ષ અને સંગઠન પર્વના પ્રદેશ સંયોજક ભાર્ગવભાઇ ભટ્ટ, પ્રદેશ સહસંયોજક રજનીભાઇ પટેલ સહિત ભાજપાના આગેવાનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

(9:25 pm IST)