Gujarati News

Gujarati News

News of Monday, 29th July 2019

ગાંભોઇ હરસોલ રોડ પરથી સ્વીફ્ટ ગાડીમાંથી વિદેશી દારૂની 16 પેટી ઝડપાઇ : 3,57 લાખનો મુદામાલ જપ્ત:ચાલક ફરાર

સાબરકાંઠા જિલ્લાના ગાંભોઇ હરસોલ રોડ પરથી  સ્વીફ્ટ ગાડીમાંથી વિદેશી દારૂની16 પેટી ઝડપી છે દારૂ અને સ્વીફ્ટ કાર સહીત 3,57 લાખથી વધુનો મુદામાલ જપ્ત કરાયો છે જોકે ગાડીનો ચાલક નાશી છૂટ્યો છે 

  સાબરકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરતા ઇસમોને પકડી પાડવા મયંકસિંહ ચાવડા, પોલીસ મહાનિરીક્ષક, ગાંધીનગર વિભાગ ગાંધીનગરની સુચના અને  સાબરકાંઠા પોલીસ વડા  ચૈતન્ય મંડલીકએ અસરકારક કામગીરી કરવા આપેલ આદેશ મુજબ વી.આર.ચાવડા પો.ઇન્સ. એલ.સી.બી.એ પો.સ.ઇ..જે.એમ.પરમાર તથા એલ.સી.બી. સ્ટાફ ના માણસોને જરૂરી માર્ગદર્શન આપી ટીમ બનાવી બાતમી મેળવી નાકાબંધી કરી દારૂની પ્રવૃતી નાબુદ કરવા  બાતમીદારથી બાતમી મળી હતી કે ‘‘શામળાજી તરફથી ગાંભોઇ થઇ રણાસણ હરસોલ થઇ અમદાવાદ જવા માટે એક કાળા કલરની સ્વીફટ વી.ડી.આઇ ગાડી નં.જીજે-૦૧-એચ.પી-૭૦૮૧ની  ભારતીય બનાવટનો વિદેશી ઇગ્લીશ દારૂનો જથ્થો ભરીને નીકળેલ છે’’ જે બાતમી આધારે તલોદ પો.સ્ટે.ના રણાસણ ચાર રસ્તા પાસે  બાતમીવાળા વાહનની વોચમાં રહી નાકાબંધીમાં કરેલી હતી  દરમ્યાન તે બાતમી મુજબની એક ગાંભોઇ તરફથી એક કાળા કલરની સ્વીફટ વી.ડી.આઇ ગાડી નં.જીજે-૦૧-એચ.પી-૭૦૮૧ની આવતા તે ગાડી રોકવા નાકાબંધી કરી ખાનગી વાહનથી આડાસ મુકિ ગાડી ઉભી ન રાખેલી અને ગાડીની અંદર એક ચાલક ઇસમ હતો જે ગાડી ઉભી રખાવતા નાસી ગયેલ જેનો પીછો કરતા તે પકડાયેલ નહી કે ઓળખાયેલ નહી. અને રસ્તામા મુકીને ભાગી ગયેલ ગાડીની અંદર જોતા ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂની પેટીઓ નંગ-૧૬ કુલ બોટલ નંગ ૧૯૨ કિ.રૂ. ૫૭,૬૦૦ તથા એક કાળા કલરની સ્વીફટ વી.ડી.આઇ ગાડી નં.જીજે-૦૧-એચ.પી-૭૦૮૧ મળી કુલ કિ.રૂ.  ૩,૦૦,૦૦૦નો મળી આવતા તે સ્વીફ્ટ  ગાડીના ચાલક વિરૂધ્ધ તલોદ પો.સ્ટે. ખાતે થર્ડ ગુ.ર.નં. ૨૩૨/૧૯ ધી ગુજરાત પ્રોહિ એકટ ક.૬૫એઇ, ૧૧૬બી, ૯૮(ર) મુજબ ગુન્હો દાખલ કરી વધુ તપાસ સાબરકાંઠા અેલ.સી.બી.પી.આઈ. વી.આર.ચાવડા અે હાથ ધરી હતી.

(8:58 pm IST)