Gujarati News

Gujarati News

News of Monday, 29th July 2019

સુરતમાં ઘરેથી ચાલી ગયેલી રાજસ્થાની મહિલાનું 181 અભયંમ ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યું

ત્રુટક ત્રુટક જવાબ આપતી માનસિક અસ્વસ્થ મહિલાનું કાઉંસેલીંગ કરીને પરિવારને સોંપી

સુરત :સુરાતમાં ઘેરથી કોઈને કહ્યા વગર ચાલી ગયેલી એક રાજસ્થાની મહિલાનું 181ની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યું હતું શહેરના કતારગામ વિસ્તારમાં એક અજાણી મહિલા ફરી રહી છે તેને પૂછતાં કોઈ જવાબ નથી આપી રહી તેવો કોલ કોઈ વ્યક્તિ દ્વારા 181 અભય મહિલા હેલ્પલાઇનને મળ્યો હતો

સુરતની રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.મહિલા સાથે વાતચીત કરતા તેનું નામ સરનામું બન્નેની જાણકારી મળી હતી અને એમ આ મહિલાનું તેના પરિજનો સાથે મિલન કરાવવા અભય ટીમને સફળતા મળી હતી 50 વર્ષની આ મહિલા ઘરેથી નીકળી ગઈ ગઈ હતી તેની મહિલા કાઉન્સેલર દ્વારા વાતચીત દરમ્યાન હિન્દી ભાષી મહિલા બોલવામાં પણ મુંઝવણ અનુભવી રહી હોઈ પણ આ મહિલાને ધીરે-ધીરે પૂછતાં તૂટક-તૂટક જવાબ આપ્યા હતા.

 મહિલા કાઉન્સેલરને આપેલી માહિતીમાં જાણવા મળ્યું હતું કે આ મહિલા પર્વત પાટિયા વિસ્તારમાં મોડલ ટાઉનમાં રહેતી હૉય અને રાજસ્થાની પરિવારની હતી.181ની ટીમ દ્વારા આ મહિલાનું મિલાન કરાવતા મહિલાના પરિજનોએ ટીમની રેસ્કયુ મહિલાઓનો આભાર માન્યો હતો.

 અત્રે ઉલ્લેખનીય છે કે ઘરેથી કોઈને  પણ કશું જણાવ્યા વગર ચાલી નીકળેલી આ મહિલા માનસિક રીતે અસ્વસ્થ હોવાથી તેણી આ કૃત્ય કર્યું હતું.

(8:35 pm IST)