Gujarati News

Gujarati News

News of Monday, 29th July 2019

અતિભારે વરસાદની ચેતવણી અકબંધ....

અમદાવાદ માટે પણ ચેતવણી

અમદાવાદ, તા. ૨૯ : ગુજરાતના જુદા જુદા ભાગોમાં આગામી પાંચ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડવાની ચેતવણી અકબંધ રાખવામાં આવી છે. બનાસકાંઠા અને વલસાડમાં પણ અતિભારે વરસાદ પડી શકે છે. અમદાવાદ, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, સુરત, નવસારી, ડાંગ, તાપી, ભરુચ, નર્મદામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની ચેતવણી જારી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના મોરબી, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકામાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ભારે વરસાદની ચેતવણીના પગલે તંત્ર દ્વારા સાવચેતીના તમામ પગાલ લેવામાં આવી રહ્યા છે. જુદી જુદી જગ્યાઓએ એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે જેમાં વલસાડ અને ઓલપાડનો સમાવેશ થાય છે. લોકોને નદી કિનારે ન જવા માટે કહેવામાં આવ્યું છે. ડાંગના ૧૦ કોઝવે ઉપર પાણી ફરી વળ્યા છે. પ્રવાસીઓને વાહનોના સિગ્નલ ચાલી રાખી આગળ વધવાની ફરજ પડી રહી છે. આવતીકાલે મધ્યમથી ભારે અને બુધવારે પણ વરસાદી માહોલ રહી શકે છે. દક્ષિણી રાજસ્થાન પર સાયક્લોનિક સરક્યુલેશનની સ્થિતિ છે.

(8:23 pm IST)