Gujarati News

Gujarati News

News of Monday, 29th July 2019

માનવભક્ષી દીપડાનાં ત્રાસ મુક્તિ નહિ મળે તો કચેરીએ ઘેરાવની ચીમકી : જેસર મામલતદારને સમક્ષ રજૂઆત

ડી.એફ.ઓ ની હાજરીમાં ગામસભા યોજવા અને વન્ય પ્રાણીઓનાં ત્રાસ મુક્તિની માંગ

 જેસર:ગત તા,27 જૂને માનવભક્ષી દીપડાનાં ત્રાસ મુક્તિની માંગણી સાથે મામલતદાર જેસરની થયેલ રજુઆત છતાં માં 27 જુલાઈએ તાતણીયા ગામનાં વૃદ્ધ મહિલા પર જીવલેણ હુમલો થતાં સમગ્ર તાલુકાનાં ગામજનોઁ માં આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો. જેથી તાતણીયા, કરજાળા, કોંબાડિયા, ઈંટીયા, બેડા ગામનાં ગામજનો એ મામલતદારને દીપડા નાં ત્રાસ મુક્તિ નાં નારા લગાવ્યા હતાં.

   ગુજરાત જનચેતના પાર્ટી અધ્યક્ષ દિવ્યેશભાઈ ચાવડા, મહામંત્રી અશોકભાઈ ભાલીયા, સરપંચો સતારભાઈ ગાહા (તાતણીયા), લાખાભાઈ ભંમર(કોબાડીયા), ભરતભાઈ ચૌહાણ (કરજાળા), ભૂપતભાઈ મકવાણા (બેડા), જયસુખભાઈ પરમાર (ઈંટીયા), ખેડૂત અગ્રણી ભરતસિંહ વાળા, ગોરધનભાઈ ડાભી, મનસુખભાઈ ચૌહાણ, મનસુખભાઈ સોલંકી, રસિકભાઈ ચાવડા, જગદીશભાઈ રંગપરા, સંજયભાઈ ભારોલા, ગોબરભાઇ સોલંકી સહીત મોટી સંખ્યા માં ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહેલ.
આવેદન માં મામલતદાર સાથે ડી.એફ.ઓ ની હાજરીમાં ગામસભા યોજવા અને વન્ય પ્રાણીઓ નાં ત્રાસ મુક્તિ ની માંગ કરાઈ.હતી 

(7:41 pm IST)