Gujarati News

Gujarati News

News of Monday, 29th July 2019

બાયડમાં ધોળાદિવસે આંગડિયા પેઢીમાં ઘૂસીને સાત લાખની લૂંટ :કર્મચારીને માર મારીને લોહીલુહાણ કર્યો

કર્મચારીએ બચાવ કરતા લૂંટારુઓ તૂટી પડ્યા :માર મારીને લૂંટ ચલાવી ફરાર

અરવલ્લી જીલ્લામાં ચોરી,લુંટ અને હુમલાનું પમાણ વધી રહયુ છે.બાયડની આંગડિયા પેઢીમાં ધોળા દિવસે ઘુસીને 7 લાખની લુંટ મચાવી આરોપીઓ ફરાર થતા સનસનાટી મચી જવા પામી છે

 લુંટ દરમ્યાન આંગડિયા પેઢીના કર્મચારીને માર મારી લોહીલુહાણ કર્યો હતો. ઘટનાને પગલે નજીકના વેપારીઓ ભેગા થઇ કર્મચારીને સારવાર અર્થે ખસેડયો હતો 

  આ અંગેની વિગત મુજબ બાયડમાં આવેલી જે.કે. આંગડિયા પેઢીમાં લુંટ અને હુમલાની ઘટના બનતા વેપારી આલમમાં ચકચાર મચી ગઇ છે. બપોર બાદ અચાનક લુંટના ઇરાદે આરોપી ઇસમ કોમ્પલેક્ષમાં બીજા માળે આવેલી પેઢીમાં ઘુસી ગયા હતા. જયાં કર્મચારીને ઘડીભર બંધક બનાવી અંદાજીત સાત થી આઠ લાખની લુંટ મચાવી હતી. આંગડિયા પેઢીનો કર્મચારી બચાવ કરતાં આરોપીઓ તુટી પડયા હતા. જેમાં કર્મચારીને લોહીલુહાણ કરી પલવારમાં ફરાર થઇ ગયા હતા.

(7:38 pm IST)