Gujarati News

Gujarati News

News of Monday, 29th July 2019

ઉમરેઠની આડ ચોકડી નજીક ટ્રકે બાઇકને હડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં બેને ગંભીર ઇજા

ઉમરેઠ: તાલુકાની ઓડ ચોકડી પાસે ગત ૨૪મી તારીખના રોજ પુરપાટ ઝડપે જતી એક ટ્રકે બાઈકને ટક્કર મારતાં બેને વત્તા ઓછા પ્રમાણમાં ઈજાઓ થવા પામી હતી જેમાં ચાલકની હાલત ગંભીર થઈ જતાં તેમને વધુ સારવાર માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અંગે ખંભોળજ પોલીસે ટ્રકના ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરીન ેકાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતની મળતી વિગતો અનુસાર ઓડના રણછોડપુરા ખાતે આવેલા રોહિતવાસમાં રહેતા જયંતિભાઈ રોહિત ગત ૨૪મી તારીખના રોજ પોતાના બાઈક નંબર જીજે-૦૭, સીજે-૮૯૮૩ ઉપર સંજયભાઈ મણીભાઈ ઠાકોરને બેસાડીને ઓડથી રણછોડપુરા તરફ જતા હતા ત્યારે દશેક વાગ્યાના સુમારે કોલેજ ચોકડી નજીક ઉમરેઠ તરફથી પુરપાટ ઝડપે આવી ચઢેલી ટ્રક નંબર જીજે-૨૩, વી-૪૦૨૮એ ટક્કર મારતાં બન્ને રોડ ઉપર ફંગોળાયા હતા જેથી તેમને તુરંત સારવાર માટે ઓડના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે નડીઆદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જયંતિભાઈની હાલત વધુ ગંભીર હોય તેમને કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

(6:47 pm IST)