Gujarati News

Gujarati News

News of Monday, 29th July 2019

ખંભાતમાં અગમ્ય કારણોસર યુવાને ઝેરી દવા ગટગટાવી મોતને વ્હાલું કર્યું

ખંભાત: શહેરની બુલાખીદાસની ચાલીમાં રહેતા અલ્પેશભાઈ પરસોત્તમભાઈ સોલંકી નામના એક ૩૦ વર્ષીય યુવકે ગઈકાલે રાત્રીના સુમારે પોતાના ઘરે જ ઝેરી દવા પી લેતાં તેને તુરંત જ ખંભાતની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતુ. 

ખંભાત શહેર પોલીસે આ અંગે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરતાં મરણ જનાર અલ્પેશને તેની નજીકમાં જ રહેતી એક યુવતી સાથે પ્રેમસંબંધ હતો જેને લઈને તેમના પરિવારજનો વચ્ચે માથાકુટ ચાલતી હતી. જેમાં કહેવાય છે કે યુવતીએ બોલવાનું બંધ કરી દેતાં અલ્પેશે ઝેરી દવા પી લીધી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ અંગે પોલીસે વિસ્તૃત તપાસ હાથ ધરી છે. 

 

(6:44 pm IST)