Gujarati News

Gujarati News

News of Monday, 29th July 2019

આણંદમાં રાત્રી દરમ્યાન બંધ મકાનને નિશાન બનાવી તસ્કરી કરનાર સારોલની ગેંગની રંગે હાથે ધરપકડ

આણંદ: જિલ્લામાં રાત્રી દરમ્યાન બંધ મકાનોને નિશાન બનાવીને ચોરીઓનો ઉપદ્રવ વધી જવા પામ્યો હતો. જેને લઈને આણંદ એલસીબી પોલીસે તપાસ હાથ ધરતાં ચોરો એક સફેદ કલરની ઈકો કારમાં સવાર થઈને આવતા હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી જેને લઈને તે દિશામાં તપાસ કરતાં બોરસદ તાલુકાના સારોલ ગામે રહેતા રામસીંગ જાદવ પાસે ઈકો કાર હોવાનું જાણવા મળ્યું હતુ. જેથી તેના પર સતત વોચ ગોઠવી દેવામાં આવી હતી. દરમ્યાન ગઈકાલે રાત્રીના સુમારે રામસિંગ પરમાર પોતાના ચાર સાથીદારોને ઈકો કારમાં બેસાડીને ચોરીઓ કરવા માટે નીકળ્યા હતા. તરફ કોમ્બીંગ નાઈટ હોય એલસીબી પોલીસે પેટલાદ પંથકમાં પેટ્રોલીંગ હાથ ધર્યું હતું. દરમ્યાન દંતાલી ફાટક પાસે ઈકો કાર નંબર જીજે-૦૬, કેએચ-૮૦૯૬ની આવી ચઢતાં પોલીસે તેને આંતરીને ઝડપી પાડી હતી

(6:53 pm IST)