Gujarati News

Gujarati News

News of Monday, 29th July 2019

કઠલાલના લાડવેલમાં જનેતાએ નવજાત બાળકીને તીક્ષ્ણ હથિયારથી મોતનેઘાટ ઉતારતા અરેરાટી

કઠલાલ: તાલુકાના લાડવેલ તાબે જુના મુવાડા ગામ આવેલ છે. જ્યા પ્રતાપભાઇ રૂપાજી રાઠોડની દીકરી આશાબેનના લગ્ન મહુધા તાલુકાના મહીસા ગામે થયા હતા. લગ્નજીવન દરમ્યાન આશાબેનને બે સંતાન પણ હતા. પરંતુ પતિ સાથે અણબનાવ બનતા છેલ્લા ઘણા સમયથી આશાબેન પોતાના પીયર જુના મુવાડા ગામે રહેતા હતા. સમયગાળા દરમ્યાન આશાબેનને ગામના એક વ્યક્તિ સાથે સબંધ બંધાયો હતો. જેના કારણે આશાબેનને ગર્ભ રહી જતા ગત તા.૨૩ મેના રોજ નડિયાદ સીવીલ હોસ્પિટલમાં તેમની ડિલીવરી કરાવવામાં આવી હતી. પુત્ર જન્મ થતા આશાબેન ૧૫ દિવસ સુધી સીવીલ હોસ્પિટલમાં દાખલ રહ્યા હતા જે બાદ પરત પીયર કેવી રીતે જવુ? પતિ સાથે તો ઘણા સમયથી દુર રહે છે, તો દિકરો કોનો? તેવા પ્રશ્નો ઉભા થતા શરૂઆતમાં ૨૯ દિવસ તેઓ નડિયાદ ખાતે પોતાના કાકા નટુભાઇ વાઘેલાને ત્યા રોકાયા હતા

(6:53 pm IST)