Gujarati News

Gujarati News

News of Monday, 29th July 2019

વિસનગરમાં પ્રાથમિક શાળાના બાળકોના ભોજનમાંથી ગરોળીનું હાડપિંજર મળી આવતા અરેરાટી

વિસનગર:સરકારની પ્રા.શાળાની અને આંગણવાડીના બાળકો, સગર્ભા તથા ધાત્રી માતાઓને પૌષ્ટીક આહાર આપવાની યોજનામાં કીડા પડેલા તેમજ સડી ગયેલી આહાર વસ્તુઓ અપાતી હોવાની અનેક ફરિયાદો થઈ છેે જેમાં વિસનગર તાલુકાના ભાલક ગામમાં માતૃશક્તિના પેકેટમાંથી ગીીરોળીનું હાડપીંજર નીકળતા મિલાવટવાળા અને આરોગ્ય સામે નિષ્ક્રીય તંત્રનો વધુ કિસ્સો બહાર આવ્યો છે.

મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર અંતર્ગત સંકલીત બાળ વિકાસ સેવા યોજનામાં આઇ.સી.ડી.એસ.ના લાભાર્થી સગર્ભા સ્ત્રીઓ અને ધાત્રી માતાઓને વિવિધ અનાજના શક્તિશાળી બનાવેલ મિશ્રણના વિનામુલ્યે પેકેટ આપવામાં આવે છે. જેના વિતરક ગુજરાત કો.ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લી.આણંદ છે. વિસનગર તાલુકાના ભાલક ગામના ટીંબાવાસમાં રહેતા ચંપાબેન ગીરધરલાલ દેવીપુજકના સગર્ભા પુત્ર વધુએ ગામની આંગણવાડી કેન્દ્ર નં.૧ના સંચાલીકા પાસેથી શીરો બનાવવા માટે પાંચ દિવસ પહેલા પૌષ્ટીક આહારનું પેકેટ ઘરે લઇ ગયા હતા. જેઓ આજરોજ સવારે પેકેટ ખોલી શીરો બનાવવા માટે આહારનું મિશ્રણ વાસણમાં નાખતાજ ભડકીને ઉભા થઇ ગયા હતા.પેકેટમાંથી ગરોળીનું હાડપીંજર નીકળ્યું હતું. શીરો બનાવવા પેકેટમાંથી અડધોજ આહાર કાઢયો હતો. ગરોળીનું હાડપીંજર પેકેટના તળીયે હોત અને પૌષ્ટીક આહારનો શિરો બનાવી ખાધો હોત તો સગર્ભા મહિલાના સ્વાસ્થ્ય ઉપર કેવી અસર થઇ હોત.

(6:42 pm IST)