Gujarati News

Gujarati News

News of Monday, 29th July 2019

સુરતમાં ડુમસના દરિયા કિનારે ન્હાવા પડેલ પાંચ પિતરાઈ મરાઠી ભાઈ બહેનો પૈકી બેનો પાણીમાં ગરકાવ

સુરત: શહેરમાં રવિવારે સહેલાણીઓથી ઉભરાતા ડુમસના દરિયા કિનારે સાંજે ન્હાવા પડેલા ભટારના મરાઠી પરિવારના પાંચ પિતરાઇ ભાઇ-બહેનોમાંથી એક બહેન ડુબી જતાં બચાવવા પડેલો એક ભાઇ દરિયામાં ધસમસતા પ્રવાહમાં ખેચાઇ જતાં ડુબી ગયો હતો. ડુબી ગયેલી બહેનને શોધવા માટે ફાયર બિગ્રેડે બે કલાક જહેમત ઉઠાવી છતાં ભાળ મળી હતી. ન્હાવા પડેલા ત્રણ ભાઇ-બહેનોનો ચમત્કારીક બચાવ થયો હતો.

ભટારની સોમનાથ સોસાયટીમાં રહેતી કરિશ્મા વાંકુડે (..૨૦)ના લગ્ન મહારાષ્ટ્ર બુલદાણામાં મલકાપુર ખાતે થયા હતા. હાલમાં તે સુરત પિયરમાં રહેવા આવી હોવાથી તેના પિતરાઇ ભાઇ-બહેનોે અશ્વિન સંતોષ મરાઠે (..૧૬ રહે.ગોપાલપાર્ક, ભટાર), અનિતા ખરાટે (..૧૬), નિકીતા હેગડે (..૧૫), નિલેશ હીજવારે (..૨૪) તથા ત્રણથી વધુ પરિવારના ૧૪ સભ્યોએ આજે રવિવાર હોવાથી ડુમસ ફરવા જવાનો પ્લાન બનાવ્યો હતો. બપોર પછી ડુમસ ફરવા ગયા બાદ ગણેશ મંદિર નજીક પાંચેય પિતરાઇ ભાઇ-બહેનો દરિયામાં ન્હાવા પડયા હતા. ન્હાતી વખતે અચાનક કરિશ્મા ડુબવા લાગતા તેને બચાવવા માટે અશ્વિન દરિયાની અંદર જઇ શકે તે પહેલા તો તે ધસમસતા પ્રવાહમાં તે દરિયામાં ખેંચાઇને ગરકાવ થઇ ગયો હતો.

(6:39 pm IST)