Gujarati News

Gujarati News

News of Monday, 29th July 2019

સુરતના વરાછામાં ધો.11ની વિદ્યાર્થિનીના ફોટા વાયરલ કરવાની ધમકી આપી છેડતી કરી જાનથી મારી નાખવાની ધમકી મળતા ચકચાર

સુરત:વરાછા વિસ્તારમાં વિદ્યાર્થિનીના ફોટા વાઈરલ કરવાની ધમકી આપી અપહરણ કરીને દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરવામા આવ્યો હતો. જ્યારે સરથાણામાં ટયુશન ક્લાસીસમાં ઘુસી જઈને યુવતીની છેડતી કરી પ્રતિકાર કરતાં જાનથી મારી નાખવાની ધમકી અપાઇ હતી.

કાપોદ્રા ભક્તિનગર સોસાયટીમાં રહેતો ગોપાલ ગભરૂ મેર અને કાપોદ્રા મેલડી માતાના મંદિર નજીક વિશાલ નગર સોસાયટીમાં રહેતાં તુષાર પાંડેએ ધો.૧૧ની વિદ્યાર્થિનીનું બાઈક પર અપહણ કર્યું હતું. તેઓએ એકબીજાની મદદથી વિદ્યાર્થિનીના ફોટો મોબાઈલમાં પાડી લીધા હતા તે વાયરલ કરવાની ધમકી આપીને વિદ્યાર્થિનીને અવાવરૂ જગ્યા પર લઈ ગયાં હતા. બાદમાં ગોપાલે તુષારને સીગારેટ લેવા માટે મોકલી આપ્યો હતો. દરમિયાન વિદ્યાર્થિનીના ભાઈને મારી નાંખવાની ધમકી આપીને ગોપાલે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. અંગ વિદ્યાર્થિનીએ ઘરે કહેતાં બન્ને આરોપી વિરૂધ્ધ વરાછા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.

(6:41 pm IST)